મયુર સંધી/સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરમગામ માલવણ હાઇવે પર એક છોટાહાથી ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પરથી નીચે ઉતરી ગયો અને ગંભીર અકસ્તાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ, એક બાળક અને એક પુરુષનો સમાવેશ થાય છે.


હારની નૈતિક જવાબદારી સ્વિકારી, વિપક્ષના નેતાનું પદ છોડવા તૈયાર પરેશ ધાનાણી



અકસ્માત સર્જાતા હાઇવે પર ગાડીઓની લાંબી લાઇનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. મજેઠીગામના રહીશો દ્વારા ઘટના સ્થળે પહોંચીને 108ને ફોન કરીને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.