હારની નૈતિક જવાબદારી સ્વિકારી, વિપક્ષના નેતાનું પદ છોડવા તૈયાર પરેશ ધાનાણી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ સીટ ન મળતા ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમરેલી બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનણી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અને તેમાં પણ તેમની હાર થઇ અને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસને ગુજરાતમાં મળેલી હારની જવાબદારી તેમણે સ્વિકારી હતી. 
 

હારની નૈતિક જવાબદારી સ્વિકારી, વિપક્ષના નેતાનું પદ છોડવા તૈયાર પરેશ ધાનાણી

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ સીટ ન મળતા ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમરેલી બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનણી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અને તેમાં પણ તેમની હાર થઇ અને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસને ગુજરાતમાં મળેલી હારની જવાબદારી તેમણે સ્વિકારી હતી. 

લોકસભાના પરિણામો ભાજપ તરફી આવતા કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પરેશધાનણીએ વિરોધપક્ષના નેતાનું પદ છોડવાની મૌખિક ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. પરેશ ધાનણીએ આ અંગેની ઇચ્છા વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે. અને જો પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા પરથી રાજીનામું આપે તો કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષનો નેતા કોને બનાવામાં આવે તે અંગે પણ અટકળો ચાલી રહી છે.

પરેશ ધાનાણીએ વિપક્ષના નેતાના પદ પરથી પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા સમક્ષ રાજીનામું આપાવની મોખિક ઇચ્છા વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ સીટ ન મળતા તેમણે લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી હતી. અને રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્તિ કરી હતી. મહત્વનું છે કે, હજી સુધી ધાનાણીએ રાજીનામું આપ્યું નથી માત્ર ઇચ્છા વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news