Vadodara Accident News વડોદરા : વડોદરામાં શોપિંગ કરીને પરત ફરતી બે બહેનોને ટેમ્પોએ અડફેટે લીધી હતી. જેમાં 17 વર્ષની કેયા દિનેશભાઈ પટેલનું મૃત્યુ નિપજ્યું છે. ટેમ્પોની અડફેટે આવેલી કેયાનું સારવાર બાદ મૃત્યુ થયું. તો બીજી બહેનને ગંભીર ઈજાઓ થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આ્વયા છે. જેના બાદ આઈસર ટેમ્પોના ચાલકને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આઈસર ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ (ઉં.વ.17) તથા મારી મામાની દીકરી હીર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી ગઈકાલે બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયાં હતાં. ત્યાં પાણીની ટાંકીથી અમિતનગર સર્કલ તરફ અમે જવા વળ્યાહ તા, ત્યારે પાછળી એક આઈસર ચાલકે ટર્ન મારતા સમયે ટક્કર મારી હતી. આ ટ્કકરમાં ધોરણમાં 12 માં અભ્યાસ કરતી કેયા પટેલનું મોત નિપજ્યું હતું. કેયા પટેલ પર ટ્રકનું આખું ટાયર ફરી વળ્યું હતું.


મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશા



અમેરિકા જવાની હતી કેયા, તે પહેલા જ મોત આવ્યું
મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં જ અમેરિકા જવાની હતી. તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી. જોકે, અમેરિકા જાય તે પહેલાં જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે.


તો આ અકસ્માતમાં હીર પટેલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હીર પટેલે અકસ્માત અંગે કહ્યું કે, આઇસર ટ્રકચાલકે પૂરઝડપે ટ્રક ચલાવીને અચાનક ટર્ન મારી અમારા એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી હું નીચે પડી ગઈ હતી અને મને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી.


અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો. કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે.


બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતમાં સસરાને કાળ ભરખી ગયો