Raksha Bandhan 2023 : પાટણમાં સમી-શંખેશ્વર હાઈ-વે પર આજે રક્ષાબંધનના દિવસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રક્ષાબંધનના પર્વે અકસ્માતમાં 3 યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વેગેનાર અને આઈસર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં મોતને ભેટેલા 3 યુવાનો રાધનપુરના વતની હોવાનુ સામે આવ્યું છે. આઈસરના પાછળના ભાગે વેગેનાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના સમી શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર કાબૂ બહાર ગઈ હતી. આ કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. 


ગુજરાત વિધાનસભામાં મોટા બદલાવ : ધારાસભ્યોની સીટ પાસે મૂકાશે ટેબલેટ, કાગળ નહિ વપરાય


આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોના મોત નિપજ્યા છે. મૃતક ત્રણેય યુવાનો રાધનપુર તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે. યુવકોને કારમાં જ મોત આવ્યુ હતું. 


પાટણ સમી નર્મદા કેનાલ નજીક બનાવ બન્યો હતો. અકસ્માતને પગલે સમી પોલીસે કામગીરી હાથ ધરી હતી. તો સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 


Tomato Price Fall : ઘટી ગયા ટામેટા અને શાકભાજીના ભાવ, ટામેટાનો ભાવ સીધો આટલો થયો