Gujarat Weather Forecast : ગ્લોબલ વોર્મિંગમાં સૂર્ય બરાબરના કોપાયમાન થયા છે. આજે દેશના 7 રાજ્યોમાં હીટવેવની હવામાનની આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આકરી ગરમી પડશે. જોકે, હજુ પણ 2 દિવસ ગુજરાતમાં આકરી ગરમીનું જોર ચાલું છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટની આગાહી કરાઈ છે. દીવ, જૂનાગઢ, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની હવામાનની આગાહી છે. તો વડોદરા અને છોટાઉદેપુરમાં પણ કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં હીટવેવથી મોતનો આંકડો ડરામણી રીતે વધી રહ્યો છે. જેમાં અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 લોકોનાં, સુરતમાં 6 અને વડોદરામાં 9 લોકોના મોત થયા છે. આમ, ગુજરાતના ત્રણ મોટા શહેરમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો
એએમસીના ડેપ્યુ હેલ્થ ઓફિસર ડો.તેજશ શાહે માહિતી આપતા જણાવ્યું કે, 13 વર્ષ બાદ અમદાવાદમાં લાંબો સમય ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચ્યો છે. વર્ષ 2016 બાદ પ્રથમવાર અમદાવાદના તાપમાનનો પારો ૪૬ ડિગ્રી પાર પહોંચ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદમાં સતત પાંચ દિવસ હીટવેવ રહ્યો છે. અગાઉ વર્ષ 2010 માં 18 દિવસ તાપમાન 43 ડિગ્રી ઉપર રહ્યું હતું. વર્ષ 2010 માં ૪ દિવસ તાપમાનનો પારો ૪૫ ડીગ્રીને પાર થયો હતો. અમવાદમાં ૨૨ મે ૨૦૧૦ ના દિવસે ૪૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વર્ષ ૨૦૧૬ માં સતત ૧૨ દિવસ ૪૩ ડિગ્રી પાર રહ્યો હતો. ૨૦૧૬ માં અમદાવાદમાં ત્રણ દિવસ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું. ૧૯ મે ૨૦૧૬ માં અમદાવાદમાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૬ બાદ ચાલુ વર્ષે તાપમાન ૪૬ ડિગ્રીને પાર થયું હતું. વર્ષ ૨૦૧૦ માં હિટ સ્ટ્રોકના ૨૬૫ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૦ માં હોસ્પીટલ દર્દીથી ઉભરાઇ હતી એર કુલર અને બરફની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


અંબાલાલ પટેલ જેવા ગુજરાતના 60 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે ચોમાસું 16 આની રહેશે


આજે વાવાઝોડાની થશે એન્ટ્રી : 102KM ની સ્પીડે પવન ફૂંકાશે, ગુજરાતને પણ થશે અસર
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું : આગ ઓગતી ગરમી વચ્ચે અંબાલાલની રાહત આપતી આગાહી