Severe Heatwave Alert : રાજ્યમાં પડી રહેલ આકરી ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં આકરી ગરમીથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓમાં વધારો થયો છે. બે દિવસમાં 9 લોકોનાં મોત નિપજવા પામતા લોકોમાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે ગુજરાત માટે હવે ગરમી અસહ્ય બની રહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતીઓ માટે કાઢવા અઘરા બની જશે. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ છે. વર્ષ 2024 ની સીઝનમાં પ્રથમવાર અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આરોગ્ય વિભાગે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે હવામાન વિભાગની આગાહી
હીટવેવને લઈને હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવતીકાલથી ગુજરાતમાં હીટવેવની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરતમાં હિટવેવની આગાહી છે. તો સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે. દિવસ જ નહિ, આગામી દિવસોમાં રાત પણ ગરમ રહેશે. બે દિવસોમાં ભાવવનગર, પોરબંદર, અમદાવાદમાં રાતે ઉકળાટ અનુભવાશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યેલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત,  ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમીથી કોઈ રાહત નહિ મળે. 


અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો


અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ


સન સ્ટ્રોક (લુ)થી બચવા જાહેર જનતાને નીચે મુજબ સુચનાઓ આપવી


  • ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.

  • ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.

  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી.

  • દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.

  • ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.

  • ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.

  • માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી.

  • રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવ ને લગતા એલર્ટ મુજબ લોકોને સાવધ રહેવા માટે જણાવવામાં આવે તે સુનિશ્ચિત કરવું.


ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો