Gujarat Weather Forecast : ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના વધી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ  આગળ વધીને ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. તમે પણ આ જિલ્લાઓમાં જવાના હોય તો સાવચેતી રાખજો નહિ તો ભરાઈ જવાની વધારે સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં વરસાદની આ મજબૂત સિસ્ટમના કારણે ગુજરાત પર આવશે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થશે. ગુજરાતના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16થી 17 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યાર બાદ આ સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.


ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા : આ 2 જિલ્લાના ગામડાઓ એલર્ટ પર


17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદનીય શક્યતા દેખાઈ રહી છે. કચ્છમાં 19થી 20 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકે આગાહી કરતા જણાવ્યું હતું કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. 


શિક્ષણનુ સરકારીકરણ! 4 વાર રિજેક્ટ બિલ સરકારે આજે ફરી મૂક્યુ, 11 યુનિ.મા સરકારનો પાવર


સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો ગણાય છે અને તે બાદ સામાન્ય રીતે ચોમાસાની દેશમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદ બાદ ઑગસ્ટ મહિનામાં નહિવત્ વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. હવે બંગાળની ખાડી ફરી સક્રિય થઈ છે અને તેમાં એક બાદ એક સિસ્ટમ બની રહી છે જેની અસર મધ્ય ભારતની સાથે-સાથે ગુજરાતને પણ થઈ રહી છે. હવે ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે જતાં જતાં પણ ચોમાસું સારું રહે તેવી પૂરી સંભાવના છે કારણ કે બંગાળની ખાડીમાં ઉભી થયેલી સિસ્ટમ તમને ફાયદો કરાવશે. 


પબ્લિક યુનિવર્સિટી વિધેયક! ગુજરાત કોંગ્રેસનો જબરદસ્ત વિરોધ, જાણો શું થશે નુક્સાન


આગામી પાંચ દિવસ આવી રહેશે સ્થિતિ


16 સપ્ટેમ્બરઃ


દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.


17 સપ્ટેમ્બરઃ


છોટા ઉદેપુર અને નર્મદા,સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે.


18 સપ્ટેમ્બરઃ


નર્મદા, તાપી, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, વડોદરા, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે.


19 સપ્ટેમ્બરઃ


સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે જ્યારે પાટણ, મહેસાણા, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.


20 સપ્ટેમ્બરઃ


કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. જેથી લોકોએ સાવચેતી રાખવાની પણ જરૂર છે.


દાહોદમાં એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર


મા અંબાના દ્વારે જવા વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું