Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં આજે ફરીથી ભારેથી આ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે. હાલ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આજે મંગળવારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં વરસાદની આગાહી 
સવારે 7 વાગ્યાથી શરૂ થતા 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત અને તાપી જિલ્લામાં આવી શકે વરસાદ છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ હળવો વરસાદ આવી શકે છે. 


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : 11 થી 15 જુલાઈ સુધીની નવી આગાહી આવી


કયા દિવસે ક્યાં વરસાદ રહેશે


મંગળવાર
આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.


બુધવાર
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી


ગુરુવાર અને શુક્રવારે કોઈ આગાહી નથી.


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ


સોમવારે ક્યાં ક્યા વરસાદ રહ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં 6 ઇંચ વરસ્યો. તો સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના મોડાસામાં 5.5 ઇંચ વરસાદ રહ્યો. મહીસાગરના લુણાવાડા, વીરપુર અને સંતરામપુરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 24 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ રહ્યો. રાજ્યના 47 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ રહ્યો. 94 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો.


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા


ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે