Gujarat Weather Forecast : ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એપ્રિલ, મે અને જુન મહિનાના વાતાવરણની એક્ટિવિટી વિશે આગાહી કરી છે. જેમાં તેમણે આગામી ત્રણ મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાંખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. 


સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ : 9 એપ્રિલે કમલમ ઘેરવાની રાજ શેખાવતની ચીમકી


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે 
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 


ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ


ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. 


મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપમાં એક્શનમાં આવ્યું, ફરિયાદ કરાઈ