મનસુખ માંડવિયાનો જૂનો વીડિયો વાયરલ થતા ભાજપમાં એક્શનમાં આવ્યું, ફરિયાદ કરાઈ
Mansukh Mandaviya Video Viral : પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયાનો છ વર્ષ જૂના વીડિયો વાયરલનો મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ
Trending Photos
Loksabha Election 2024 : મનસુખ માંડવિયાના જૂના વીડિયો વાયરલ થતા ફરિયાદ દાખલ કરાઈ છે. છ વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે. ભાજપની છબી ખરડવા તથા સૌહાર્દ તથા ભાઈચારાને તોડવાનો દાવો કરાયો છે. પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. તેથી અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરાઈ છે.
પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જૂનો હતો. ત્યારે 6 વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે. આવા વીડિયો વાયરલ કરી ભાજપની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો દાવો કરાયો છે.
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. તેઓ છેલ્લા ૮-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. વાયરલ થયેલ વિડીયોના કારણે માંડવિયા સાહેબના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરાઈ છે.
પોરબંદર જીલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા ઇસમોએ વીડિયો ડિલીટ કરી દીધા હતા. ત્યારે પોરબંદર જીલ્લા ભાજપ કોઇપણ પ્રકારની આવી ગેર પ્રવૃત્તિ ચલાવી નહિ લે તેવી કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે