Gujarat Weather : ગુજરાતીઓને ગરમીથી જલ્દી જ રાહત મળવાની છે. ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી આવી છે. હાલ તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પંરુત બે દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. આગામી ચારથી પાંચ દિવસ હળવા વરસાદ રહેશે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે. આ આગાહી સાચી પડી છે અને ધમધોકાર ગુજરાતમાં વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસ બાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે આગાહી કરતા 10મી મેના રોજ હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે. પરંતુ ત્રણ દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને એક સિસ્ટમ અરબસાગર ઉપર સક્રિય થતા ગુજરાતમા વરસાદ આવશે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ રહેશે.આ આગાહી સાચી પડી છે. 


રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી 40-42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરઠ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું હતું. ભારે પવનની સાથે વરસાદ તૂટી પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હતા. તેમજ મકાનો, દુકાન ઉપર રાખેલા પતરા, બોર્ડ પણ ઉડ્યા હતાં. તો વીજળી પડતા સુરેન્દ્રનગર, ગાંધીનગર અને દાહોદમાં વીજળી પડતા ત્રણ લોકોના મૃત્યુ પણ નિપજ્યાં હતા. ત્યારે હજુ પણ ગુજરાતના માથેથી કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી, હજુ પણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 


10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો : ગુજરાતમાં પકડાયું મોટું પરીક્ષા કૌભાંડ


11 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે


12મેના રોજ વરસાદનીઆગાહી
અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં રહેશે વરસાદ


13 મેના રોજ વરસાદની આગાહી
સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદારાનાગર હવેલી, સાબરકાંઠા સહિત રહેશે વરસાદ


બૂથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય : પરથમપુરમાં ફરીથી થશે મતદાન


હવામાન વિભાગે કહ્યું કે, આગામી બે દિવસ રાજ્યભરમાં અમદાવાદ 43 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે. સતત ત્રીજા દિવસે અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન 43 ડિગ્રી રહ્યું છે. તો રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન રહ્યું છે. અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો...


  •  ડીસા 40.7 ડીગ્રી 

  •  ગાંધીનગર 41.6 ડીગ્રી 

  •  વલ્લભ વિદ્યાનગર 41.9 ડિગ્રી 

  •  વડોદરા 40.8 ડિગ્રી 

  •  સુરત 34 ડિગ્રી 

  •  વલસાડ 34.8 ડિગ્રી 

  •  દમણ 33.8 ડિગ્રી 

  •  ભુજ 40.7 ડીગ્રી 

  • નલિયા 35.2 ડિગ્રી 

  • કંડલા એરપોર્ટ 39.4 ડિગ્રી 

  •  અમરેલી 412 ડીગ્રી 

  • ભાવનગર 38 ડિગ્રી 

  • દ્વારકા 33.1 ડિગ્રી 

  • ઓખા 35.3 ડીગ્રી 

  • પોરબંદર 34.6 ડીગ્રી 

  •  વેરાવળ 34.4 ડિગ્રી 

  • દીવ 32.8 ડીગ્રી 

  • મહુવા 37.2 ડીગ્રી 

  • કેશોદ 36.5 ડિગ્રી


આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 


ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ


એપ્રિલ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યા 
એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. અત્યાર સુધીનો સૌથી વધુ ગરમી એપ્રિલ મહિનામાં રહી છે. વિશ્વભરમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધુ અનુભવાયું છે. ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2016નો રેકોર્ડ એપ્રિલ 2024માં તૂટી ગયો છે. જોકે, આ તો માત્ર ટ્રેલર છે, આગામી સમયમાં સરેરાશ વૈશ્વિક તાપમાન હજી વધવાની શક્યતા છે. 


ગુજરાતમાં યલો એલર્ટ 
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. 


આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ


મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ