નવસારીમાં આફત આવી : 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો જળબંબાકાર થયો, શાળા-કોલેજોમાં રજા જાહેર
નવસારીમાં ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાત્રે 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે નવસારીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
Gujarat Rain Alert ધવલ પારેખ/નવસારી : નવસારીમાં ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાત્રે 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે નવસારીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
નવસારીમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. મોડી રાતથી બે વાગ્યા સુધીના ચાર કલાકમાં નવસારીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના શાંતાદેવી રોડ પર કેડ સમા પાણી થતા લોકોના દુકાનોમાં વરસાદીપુરના પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટા નુકસાનની સંભાવના જોવાઈ રહી છે. બીજી તરફ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરવા માંડ્યું હતુ. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે જિલ્લા તંત્ર સાબદુ થયું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલા મુશળાધાર વરસાદે ફરી નવસારીને જળબંબાકાર કર્યું છે. નવસારીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનું કારણ ડ્રેનેજ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરના મધ્ય એવા સેન્ટ્રલ બેન્ક વિસ્તારના દુકાનદારોની રાત વરસાદે બગાડી છે. કારણ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં કેડ સમા પાણી થઈ જતા દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, તેના કારણે દુકાનદારોને નુકસાની વેઠવા પડી છે. ગત શનિવારે સવારે 10 થી 12 માં 9.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ દુકાનદારોને નુકસાન થયું હતુ. ત્યારબાદ પાલિકામાં ડ્રેનેજની સ્થિતિ સુધારવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતા આજે ફરી વરસાદી આફતમાં દુકાનદારોની મુશ્કેલી વધી છે.
અશ્લીલતા પીરસતી વેબસીરિઝથી ભડક્યા જૈન મુનિ, ડાકુઓ કરતા પણ ભયાનક ગણાવી
છપ્પનની છાતી ફુલાવી ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, નબીરાઓ કેમ દેખાતા નથી?