અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરનો આતંક કોણ ભૂલી શકે?...શહેરમાં બેહામ રખડતાં આ ઢોરે અનેકના જીવ લીધા...તો કેટલાયને ઘાયલ કર્યા...જ્યારે આતંક વધતાં હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો અને અમદાવાદ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો...કોર્પોરેશને કોર્ટના આદેશ બાદ કડક કાર્યવાહી કરી...થોડો સમય બધુ બરાબર ચાલ્યું...પરંતુ હવે ફરી એકવાર રખડતાં ઢોર રસ્તા પર આવી ગયા છે...ઢોર પાર્ટી અને પોલીસના હપ્તારાજથી ઢોર ફરી રસ્તા પર રાતના સમયે દેખાવા લાગ્યા છે...ત્યારે ક્યાં રખડી રહ્યા છે ઢોર?, અને કેવા ચાલે છે સેટિંગ?, જુઓ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ફરી રખડતાં ઢોર આવ્યા રસ્તા પર 
તંત્રના પાપે ફરી રખડતાં ઢોર કોઈનો લેશે જીવ!
હપ્તો આપો અને ઢોર રાત્રે રખડતું કરાવો!
ઢોર પાર્ટી, પોલીસ અને ઢોર માલિકોની મિલિભગત!
કોર્પોરેશન હાઈકોર્ટની આંખોમાં નાંખી રહ્યું છે ધૂળ!


અહીં જો તમે રાતના સમયે વાહન લઈને નીકળો તો જરા સાચવજો...વાહનની સ્પીડ ઓછી રાખજો...નહીં તો કોઈ પણ ગલી કે ચાર રસ્તા પરથી રખડતું ઢોર આવી જશે અને તમારા વાહન સાથે અથડાશે તો તમે સીધા હોસ્પિટલ પહોંચી જશો. તમે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના રાજમાર્ગો પર રખડતાં ઢોરને દેખ્યું નહીં હોય એટલે તમને શાંતિ થઈ હશે. પરંતુ હવે આ શાંતિ ફરી અશાંતિ બની રહી છે...કારણ કે શહેરમાં ફરી રખડતાં ઢોરનો ગુપ્ત આતંક વધી રહ્યો છે. દિવસે ન દેખાતાં ઢોર રાત્રે હપ્તારાજને કારણે રસ્તા પર અડ્ડો જમાવીને બેસી જાય છે. અમદાવાદ કોર્પોરેશન ગુજરાત હાઈકોર્ટની પણ આંખમાં ધૂળ નાંખવાનું કામ કરી રહ્યું છે.


આ પણ વાંચો- કોઈ દોષિત નથી, કોઈએ રડવું નહીં, સ્યુસાઇડ નોટ લખી મોરબીમાં એક પરિવારનો સામૂહિક આપઘાત


અમદાવાદમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રોડ પર રખડતાં ઢોર દોડી રહ્યા છે...તે પણ એક-બે નહીં પણ 6 જેટલા ઢોર રસ્તા પર દોડી રહ્યા છે અને કોર્પોરેશન સુઈ રહ્યું છે. આ જ ઢોર મોટો અકસ્માત સર્જે છે અને કોઈનો જીવ પણ લે છે પરંતુ ઢોરને પાંજરે પુરવામાં કોર્પોરેશનને રસ નથી. AMCની રાત્રે ઢોર પકડતી ઢોર પાર્ટી રાત્રે ગાયબ જ થઈ ગઈ છે. ઢોર રસ્તા પર દોડી રહ્યા છે અને કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ આ તમાશો નરી આંખે જોઈ રહ્યા છે...તેમને વાહન ચાલકોની જરાં પણ ચિંતા નથી....કમિશનર પણ રાત્રે મનભરીને નિંદ્રા માણી રહ્યા છે. મેયર પણ મોજ લૂંટી રહ્યા છે....ઢોર પાર્ટીનો આ મોટો ખેલ કોઈને દેખાતો જ નથી...


રખડતાં ઢોર શહેરના કોઈ એક-બે વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારમાં રખડી રહ્યા છે. ઝી 24 કલાક અમદાવાદના સત્તાધીશોને સવાલ પૂછવા માગે છે કે જે રોડ વાહન ચાલકો માટે બનાવ્યા છે તેના પર ઢોર કેમ છે?, જ્યાં વાહનોની અવરજવર હોવી જોઈએ ત્યાં ઢોર કેમ દોડી રહ્યા છે?, ઢોરને કારણે હવે કોઈ અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ રહેશે?, શા માટે હપ્તા લઈને રસ્તાઓને રાત્રે ઢોરવાડો બનાવી રહ્યા છો?, કેમ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે?, રખડતાં ઢોરને ટેગથી ઓળખી કેમ ઢોરમાલિકોને ઓળખ નથી કરાતી?, ઢોરથી થતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર કોણ?...મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ ચેરમેન રાત્રે ક્યારે ચક્કર મારશે?, આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા ઈચ્છી રહી છે. 


જે રોડ વાહન ચાલકો માટે બનાવ્યા તેના પર ઢોર કેમ છે?
વાહનોની અવરજવર હોવી જોઈએ ત્યાં ઢોર કેમ દોડી રહ્યા છે?
ઢોરને કારણે હવે કોઈ અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ?
શા માટે હપ્તા લઈને રસ્તાઓને રાત્રે ઢોરવાડો બનાવી રહ્યા છો?
કેમ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે?
ઢોરને ટેગથી ઓળખી કેમ ઢોરમાલિકોને ઓળખ નથી કરાતી?
ઢોરથી થતી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર કોણ?
મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ ચેરમેન રાત્રે ક્યારે ચક્કર મારશે?


રખડતાં ઢોર મામલે કોર્પોરેશનની ઢીલી નીતિ ફરી ઉડીને આંખે વળગે છે...પણ સત્તાધીશો ફરી એ જૂની કેસેટ વગાડ્યા કરે છે કે અમે કામગીરી કરવા કટિબદ્ધ છીએ અને ફરી કડક પગલાં લઈશું...તમે કેમેરા સામે તો બધુ જ બોલો છો પરંતુ દેવાંગ દાણી ખરેખર જમીન પર કામ કરશો ક્યારે?...યાદ રાખજો ખાલી બોલવું અને કામ કરવું તેમાં ફરક હોય છે...જો જમીન પર હવે કામ નહીં કર્યું તો જનતા વ્યાજ સાથે હિસાબ વસૂલ કરશે...મતદાન વખતે તેની બધી ચુકવણી કરી દેશે...એટલે જનતાને છેતરવાના ધંધા છોડીને સાચુ કામ કરો.