અલ્કેશ રાવ, પાલનપુર: બનાસકાંઠાનું થરાદ માર્કેટયાર્ડ દાડમનું હબ બની જતાં હાલ અન્ય ધાન્ય પાકોથી નહિ પરંતુ દાડમની આવકથી ઉભરાઈ રહ્યું છે તો બીજી બાજુ દાડમના યોગ્ય ભાવ ન મળતાં દાડમ વેચવા આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના લાખણી અને થરાદ પંથકના મોટાભાગના ખેડૂતો કેટલાક વર્ષોથી દાડમની ખેતી તરફ વળતાં તેવો મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ગત વર્ષે દાડમના કિલોએ 80 -90 રૂપિયા ભાવ હતો જોકે આ વર્ષે દાડમના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે ,જેનું મુખ્ય કારણ એ છે કે હવે ખેડૂતોના ખેતરમાં આવીને વેપારીઓ દાડમ ખરીદતા નથી જેથી ખેડૂતોએ થરાદ માર્કેટયાર્ડમાં ભાડું ખર્ચીને પોતાના દાડમનો પાક વેચવા જવું પડી રહ્યું છે. 


જ્યાં વેપારીઓને પૂરતા ભાવ મળતાં નથી તો બીજી બાજુ ભાડું ખર્ચીને દાડમ વેચવા ગયેલો ખેડૂત દાડમ બગડી જવાની બીકે સસ્તામાં માલ વેચી રહ્યો છે જેથી તેને નુકસાન થઈ રહ્યું છે. તો માર્કેટયાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં દાડમની આવક થતાં વેપારીઓ તેમની મરજી મુજબના ભાવ આપી રહ્યા છે અને 20 કિલો કેરેટમાં 22 થી 23 કિલો દાડમ ભરાવીને ખેડૂતોને ફક્ત 20 કિલો દાડમના જ રૂપિયા આપી રહ્યા છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.

Surat: વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલ બંધ, મનપાએ ફટકારી નોટીસ


ખેડૂત શિવાભાઇ પટેલે જણાવ્યું હતું કે હું મારા દાડમ વેચવા આવ્યો છું. પણ અહીં પૂરતા ભાવ મળતાં નથી ફક્ત કિલોએ 40 થી 45 રૂપિયા મળી રહ્યા છે, વેપારીઓ તેમની મરજી મુજબ ભાવ આપે છે ,અમારી જોડેથી કમિશન લે છે અમને મોટું નુકસાન થાય છે. અન્ય એક ખેડૂત પીરાભાઇ પટેલે જણાવ્યું હતું કે પહેલા અમારા ખેતરમાં આવીને વેપારીઓ દાડમ ખરીદતા હતા. પરંતુ હવે અમારે ભાડું ખર્ચીને અહીં આવવું પડે છે હાલ 40-45 રૂપિયાના ભાવ છે તો  માલ બગડી જવાની બીકે સસ્તામાં વેચીને જવું પડે છે.


આ વર્ષે થરાદ અને લાખણી પંથકમાં મોટા પ્રમાણમાં દાડમનું ઉત્પાદન થયું છે. જેથી થરાદ માર્કેટયાર્ડમાં રોજના 700 થી 800 ટન દાડમની આવક થઈ રહી છે. તો બીજી બાજુ  દાડમમાં કમોસમી વરસાદના કારણે રોગ આવી જતાં દાડમમાં ખેડૂતોને પહેલેથી જ નુકસાન હતું અને હવે વેપારીઓએ ખેતરમાં જઈને દાડમ ખરીદવાનું બંધ કરી દેતા ખેડૂતોને પોતાના દાડમ માર્કેટયાર્ડમાં વેચવા લઈ જવા પડતાં હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે દાડમની ખરીદીની યોગ્ય પદ્ધતિ બનાવવી જોઈએ જેથી ખેડૂતોને નુકસાન ન જાય.

Chief of Defence Staff બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતનો વીડિયો આવ્યો સામે


ઉલ્લેખનીય છે કે થરાદ અને લાખણી પંથકના દાડમની દેશના અનેક રાજ્યોમાં ભારે માંગ હોવાથી અલગ-અલગ રાજ્યોના વેપારીઓ પહેલા સીધા જ દાડમ ખરીદવા ખેડૂતોના ખેતરોમાં જતા અને જેથી ખેડૂતોને સારા ભાવ મળતાં હતા. જોકે હવે થરાદ માર્કેટયાર્ડના જ વેપારીઓએ દાડમની વેપાર શરૂ કરી દેતા બહારના વેપારીઓ માર્કેટયાર્ડના વેપારીઓને કમિશન આપીને દાડમનો માલ ખરીદી લેતા બહારના વેપારીઓએ ખેડૂતોના ખેતરમાં જવાનું બંધ કરી દીધું છે. જેથી ખેડૂતોને ફરજિયાતપણે પોતાનો માલ માર્કેટયાર્ડમાં વેચવા મજબૂર બનવું પડ્યું છે. જેથી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂતોને પૂરતા ભાવ આપતા નથી અને સાથે જ 20 કિલો દાડમ ઉપર દોઢ કિલો દાડમ મફત લઈ લે છે. જોકે ખેડૂતોના આક્ષેપને લઈને સ્થાનિક વેપારીએ ખેડૂતોના આક્ષેપ ખોટા હોવાનો કહી પોતાનો લુલો બચાવ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube