ઝી બ્યુરો/અમદાવાદ: આવતીકાલે અષાઢી બિજ...સોળે સણગાર સજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે જગતનો નાથ સ્વયં દર્શન આપવા માટે નીકળશે. અમદાવાદમાં નીકળનારી રથયાત્રાનો ઉત્સાહ સમાતો નથી. ભક્તો ભગવાનના દર્શન માટે કાલાઘેલા બન્યા છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં શું થયું?


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    નાથ નીકળશે અને ભક્ત થશે નતમસ્તક

  • જગતનો નાથ સ્વયં આપશે પ્રજાને દર્શન 

  • આવતીકાલે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

  • રથ અને ગજરાજનું કરવામાં આવ્યું પૂજન

  • નીજ મંદિરમાં ભક્તો ભક્તિમાં રંગાયા


મારા હૈયે હરખ ન માય, આવી રૂઢી અષાઢી બીજ...નાથ નીકળ્યો નગરચર્યાએ...ભક્તો ઘેલા બન્યા...ચારે કોર એક જ નાદ...જય રણછોડ...જય રણછોડ...જેની રાહ ભક્તો આખું વર્ષ જુવે છે એ ઘડી આખરે આવી જ ગઈ. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અમદાવાદની પાવનભૂમિ પરથી નીકળવાની છે. ત્યારે રથયાત્રાના એક દિવસ પહેલા મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ નાથના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી. તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મગ, જાંબુ, ચોકલેટ અને ડ્રાઈફ્રૂટનો પ્રસાદ મોકલ્યો. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરાયા બાદ ભક્તોમાં તેની વહેંચણી થશે.


તો દર વખતની જેમ આ વખતે પણ મુખ્યમંત્રી રથયાત્રાના એક દિવસ પહેલા જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. ભાવિક ભક્તોના જમાવડા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનની આરતી ઉતારી હતી...ભગવાનની આ આરતીનો મોટી સંખ્યામાં લોકોએ લાહવો લીધો હતો. આવતીકાલે મુખ્યમંત્રી વહેલી સવારે પહિંદવિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. તો રથયાત્રાના દિવસે ભગવાન જે રથમાં સવાર થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળશે તે રથનું રથયાત્રાના એકદિવસ પહેલા વિશેષપૂજન કરવામાં આવ્યા...કોંગ્રેસ નેતાઓએ રથનું પૂજન કર્યું હતું...જેમાં શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.


  • આવી રૂડી અષાઢી બીજ

  • આવતીકાલે નીકળશે 147મી રથયાત્રા 

  • રથયાત્રા પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ

  • પ્રધાનમંત્રી મોદીએ મોકલ્યો પ્રસાદ 

  • મુખ્યમંત્રીએ ઉતારી જગતના નાથની આરતી 

  • વ્હાલાને વધાવવા નગરજનો છે તૈયાર 


રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો તે ગજરાજ છે. ગજરાજ જ રથયાત્રાની શરૂઆત કરે છે. ત્યારે નિજ મંદિરમાં રથયાત્રા પહેલા ગજરાજની પૂજા કરવામાં આવી હતી. રથયાત્રામાં આગેવાની ગજરાજ લેતા હોય છે. અમદાવાદની રથયાત્રા ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારતમાં ઓડિશાના પુરીની રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રાનો નંબર આવે છે. 


અમદાવાદમાં આ વખતે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. અમદાવાદની રથયાત્રાનો ઉત્સાહ કંઈક અલગ હોય છે. ભગવાનના દર્શન માટે જે માનવ મહેરામણ ઉમટે છે. તે અકલ્પનીય છે. ત્યારે આવતીકાલે નીકળનારી રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર પરિપૂર્ણ થાય અને ભગવાન સૌને કલ્યાણ કરે તેજ જગતના નાથના ચરણોમાં વંદના.