ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં 16 વર્ષની સગીરા સગીરાની હવસનો શિકાર બની છે. તરૂણી પર એક મહિના પહેલા જ સોશિયલ મીડિયા થકી યુવક સાથે પરિચયમાં આવી હતી. શહેરના ચાંદખેડા વિસ્તારમાં કે જ્યાં સગીરાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત ધમકી અને બ્લેકમેલીંગની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે યુવક તેના મિત્રો અને તેના કાકાની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં જોવા મળ્યું એવું પ્રાણી જેને બચાવવા માટે વૈજ્ઞાનિકો આભ અને જમીન એક કરી રહ્યા છે


શહેરના ચાંદખેડા પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેને બ્લેકમેલ કરી હતી. સગીરા પાસેથી આરોપી મીત પરમારે ચાંદીની પાયલ અને રોકડા રૂપિયા પણ પડાવી લીધા હતા. બાદમા સગીરા યુવકના વશમાં ન થતા પોતાના વિડીયો અને સીસીટીવી વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર એક મહિનાની ઓળખાણ બાદ યુવક સગીરાને પોતાના મિત્રના ઘરે લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જ સગીરાની માતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે સગીરાના પરિવારને જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.


હિંદુ ધર્મ વિશે વિવાદિત પોસ્ટ મુકનારા અસલમ લેંઘા નામના વ્યક્તિની ધરપકડ


સગીરા સાથે થયેલ દુષ્કર્મ બાદ આરોપી મીતના પિતા, કાકા અને બે મિત્રોએ ફરિયાદ ન કરવા માટે પરિવારના લોકોને ધમકાવ્યા હતા. સાથે જ આરોપી મીત સોશિયલ મીડિયા થકી સગીરા પાસે રૂપિયા માગતા હોવાથી પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર યુવકે ફિનાઇલ પીધું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસે યુવકની સ્થિતિ કેવી છે અને ક્યા કારણોસર ફિનાઇલ પીધું તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube