રાજકોટ : રાજકોટમાં 24મી તારીખે 75 વર્ષનાં વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગઇ છે. જે કુલ 10  કેસ રાજકોટમાં નોંધાયા છે તેમાંથી આ વૃદ્ધા સૌથી મોટી ઉંમરના છે પણ કોરોનાની લડાઇમાં તેઓ ખુબ જ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. જો કે તેના માટે તેમની સારી રોગપ્રતિકારક શક્તિ જ કામે લાગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે

આ અંગે જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, દર્દીની સારવાર સરકારી ગાઇડલાઇન અનુસાર કરવામાં આવી છે. તેઓ ખુબ જ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વનું છે કે તેમની આટલી ઉંમર હોવા છતા પણ તેમને વેન્ટિલેટરની જરૂર નથી પડી. તેમનાં કેસમાં વાયરસ ફેફસાને વધારે ડેમજ કરી શક્યો નથી. તે ન માત્ર ડોક્ટર્સની પરંતુ તેમની પણ મોટી સફળતા છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ સારી રીતે થઇ રહી છે.


સુરત: હોમ ક્વોરોન્ટાઇન કરાયેલો યુવક પોલીસ સંબંધીની મદદથી મહારાષ્ટ્ર ભાગી ગયો

રોગપ્રતિકારક શક્તિ અંગે જ્યારે વૃદ્ધાને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મે છેલ્લા 35 વર્ષથી ક્યારે પણ બહારનું ખાધુ નથી. દિવસે હું ખુબ જ સમતોલ આહાર લઉ છું. ડાયાબિટિસનાં કારણે ભાત નથી ખાતી અને ફળાહાર કરૂ છું. આ ઉપરાંત આજની તારીખે પણ હું મારુ સ્કુટર મારી રીતે જ ચલાવું છું.ધાર્મિક પુસ્તકોનું સતત વાંચનથી સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી હું વધારે શક્તિથી તેની સામે લડી શકી. આ ઉપરાંત ઘરનું જ ભોજન લેવાનાં કારણે મારી રોગપ્રતિકારક શક્તિ વધારે ઇફેક્ટિવ બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube