અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે

હાલ સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશનાં શૈક્ષણીક સંસ્થાનોથી માંડીને તમામ પ્રકારના સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ નાગરિકો ટોટલી લોકડાઉન છે. તેવી સ્થિતીમાં લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પ્રોફેસર્સ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણીક સત્ર ચાલુ થયા બાદ એક દિવસ વધારે ભણાવવામાં આવશે. પ્રોફેસર્સે જણાવ્યું કે, જ્યારે સરકારે અમને 21 દિવસ કોઇ કામ કર્યા વગર પગાર આપ્યો છે ત્યારે માનવતાનાં ધોરણે અમારે વળતર ચુકવવું જોઇએ. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું પણ ભવિષ્ય બગડવું ન જોઇએ તે અમારો પ્રયાસ છે. આ ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફ પણ એક કલાક વધારે કામગીરી નિભાવશે તેવો નિર્ણય લેવાયો છે. 

Updated By: Apr 4, 2020, 06:14 PM IST
અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે

રાજકોટ : હાલ સમગ્ર દેશમાં કોરોનાને પગલે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર દેશનાં શૈક્ષણીક સંસ્થાનોથી માંડીને તમામ પ્રકારના સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ નાગરિકો ટોટલી લોકડાઉન છે. તેવી સ્થિતીમાં લાખો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર્સ દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પ્રોફેસર્સ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણીક સત્ર ચાલુ થયા બાદ એક દિવસ વધારે ભણાવવામાં આવશે. પ્રોફેસર્સે જણાવ્યું કે, જ્યારે સરકારે અમને 21 દિવસ કોઇ કામ કર્યા વગર પગાર આપ્યો છે ત્યારે માનવતાનાં ધોરણે અમારે વળતર ચુકવવું જોઇએ. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું પણ ભવિષ્ય બગડવું ન જોઇએ તે અમારો પ્રયાસ છે. આ ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફ પણ એક કલાક વધારે કામગીરી નિભાવશે તેવો નિર્ણય લેવાયો છે. 

કોરોનાનો કહેર: અર્થીને અંતિમ સંસ્કારતો ઠીક ચહેરો પણ માંડ જોવા મળે છે

પહેલુ શૈક્ષણિક સત્ર 90 દિવસનું હોય છે તેમાં પ્રોફેસર રોજ એક કલાક વધારે આપશે તો સત્રના અંતે કુલ 80 કલાક જેટલો વધારે સમય મળશે. આ પ્રકારે કામના કલાકો 480 થઇ જશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલ સમગ્ર દેશની યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવે તેવી આશા પણ પ્રોફેસર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

સુરત: હોમ ક્વોરોન્ટાઇન કરાયેલો યુવક પોલીસ સંબંધીની મદદથી મહારાષ્ટ્ર ભાગી ગયો

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનનાં કારણે દેશની દરેક સંસ્થા અને દરેક નાગરિક શક્ય તેટલો દેશને મદદરૂપ થઇ શકે તેવા પ્રયાસો કરે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દરેક નાગરિક દેશની મદદ કરી રહ્યો છે ત્યારે પ્રોફેસર્સ પણ આગળ આવે તે એટલું જ જરૂરી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે તેનાથી પણ વધારે મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube