લાંચ લેનાર નહિ પણ પણ સુરતમાં લાંચ આપનારની ધરપકડ, જાણો શું સમગ્ર મામલો
ભ્રષ્ટાચારને રોકવા કામ કરતી ગુજરાત એન્ટી કરપ્શન બ્યોરોએ એક એવો કેસ દાખલ કર્યો છે. જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત નોંધાયો હશે. સરકારી અધિકારીને લાંચ આપવાના કેસમાં સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ એક કંપની સામે સરકારી અધિકારીને લાંચ આપ્યાનો કેસ દાખલ કરી માલિક એવા ડિરેક્ટરની ધરપકડ કરી છે.
તેજશ મોદી/સુરત: ભ્રષ્ટાચારને રોકવા કામ કરતી ગુજરાત એન્ટી કરપ્શન બ્યોરોએ એક એવો કેસ દાખલ કર્યો છે. જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત નોંધાયો હશે. સરકારી અધિકારીને લાંચ આપવાના કેસમાં સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ એક કંપની સામે સરકારી અધિકારીને લાંચ આપ્યાનો કેસ દાખલ કરી માલિક એવા ડિરેક્ટરની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, ગત નવેમ્બર 2018માં જીપીસીબીના સુરતના રીજનલ અધિકારી આર.વી પટેલની લાંચના કેસમાં ધરપકડ કરી હતી. બન્યું એમ હતું કે, 2 નવેમ્બરે સુરતના જીપીસીબીના અધિકારી આર.વી. પટેલ સુરતથી એક ખાનગી કારમાં અમદાવાદ પોતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા. તે સમયે વડોદરો એન્ટીકરપ્શન બ્યુરોને મળેલી ગુપ્ત માહિતીને આધારે તેમને પટેલની ગાડી રોકી તેમાં તપાસ હાથ ધરી હતી.
સુરત: હવે ટ્રાફિકના દંડ પર લાગશે જીએસટી ટેક્સ, ટ્રાફિક પોલીસની જાહેરાત
એસીબીને તપાસમાં જણાયું હતું કે સુરતના માંગરોળ તાલુકાના બરસરા ગામની મંગલમૂર્તિ બાયો કેમિકલ કંપનીના માલિક અને ડિરેક્ટર ભરત ટાંકે કંપનીના લાભ માટે કેમિકલની પરવાનગી મેળવવા જીપીસીબી સુરતના અધિકારીને વતન જવા માટે પોતાની કાર આપી હતી. અને કંપનીના નામ પ્રિન્ટ કરેલા કવરમાં રૂપિયા 1 લાખની રોકડ રકમ આપી હતી. જેથી અનુચિત લાભ આર વી પટેલે લાભ મેળવ્યો હતો. જે ગુનામાં તેમની ધરપકડ કરાઈ હતી.
વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને થશે લાભ, Dy CM નીતિન પટેલની મોટી જાહેરાત
આ કેસમાં સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. જેમાં એવો ખુલાસો થયો હતો કે પોતાની કંપનીને આર્થિક લાભ થાય તે માટે મંગલમૂર્તિ બાયો કેમિકલ કંપનીના માલિક ભરત ટાંક દ્વારા જીપીસીબીના અધિકારીને લાંચ આપી હતી. જે પણ એક પ્રકારે ગુનો કહેવાય. જેથી સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મંગલમૂર્તિ બાયો કેમિકલ સામે ગુનો દાખલ કરી કંપનીના માલિક ભરત ટાંકની ધરપકડ કરવામાં આવી છે.
વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું
આ અંગે પત્રકારનો સંબોધતા એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક પી એમ પરમારે જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ માંગે તે ગુનો છે, પરતું જો કોઈ વ્યક્તિ પોતાની કંપનીને આર્થિક સહિતના ફાયદા પહોંચાડવા માટે લાંચ આપે તો તે પણ ગુનાહિત કૃત્ય કહેવાય છે. વડોદરા એસીબીની કાર્યવાહીમાં જીપીસીબીના અધિકારી પાસેથી જે રૂપિયા મળ્યા હતા, તેનો ખુલાસો પણ તેઓ કરી શક્યા ન હતા. આમ પોતાના આર્થિક લાભ તેમને ખોટી રીતે લીધો છે, ત્યારે લાંચ આપનારા મંગલમૂર્તિ બાયો કેમિકલ કંપનીના માલિક ભરત ટાંકે પણ ગુનેગાર કહેવાય તેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.