વડોદરા : નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક એક ખુબ જ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાઇક, 2 ગાડી અને એક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર રહેલા પતિ પત્નીના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. કમકમાટીભર્યા અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફીક જામ થયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા અધિકારીઓ હશે તો ગુજરાતમાં ખેડૂત પાસે એક તસુ પણ જમીન નહી વધે, બારોબાર વહીવટ


જાંબુવા બ્રિજ નજીક સવારે એક ડમ્પરે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. આ સાથે બે કારચાલકને પણ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પસાર થઇ રહેલી એક મહિલા અને એક પુરૂષ સહિત ત્રણ લોકો રોડ પર ફેંકાયા હતા. અકસ્માતના પગલે રાજેન્દ્રભાઇ ઓધવજી પ્રજાપતિ (રહે. ભરૂચ) અને શોભનાબેન પ્રજાપતિ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વાહનની અડફેટે આવેલા બાઇક સવારોના દેહ ચુંથાઇ ગયા હતા. માસના ચિથરા રોડ પર ફેલાયા હતા. 


કેન્દ્ર સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લીધો, પરંતુ ખેડૂતોનો વિરોધી સૂર; કહ્યું- 'સબસિડી વધારવાથી અમને કોઈ જ મોટો ફાયદો નહિ થાય'


અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જાંબુવા નદી પરનો બ્રિજ ખુબ જ સાંકડો હોવાથી સતત અકસ્માત થયા કરે છે. તંત્રને વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ આ અંગે કોઇ જ પગલા લેવામાં આવતા નથી. હાલ તો પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. આ ઉપરાંત ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube