પ્રેમલ ત્રિવેદી/સિદ્ધપુર: શહેરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને સોના, ચાંદીનો વ્યવસાય કરતા વેપારી બે દિવસ અગાઉ નિત્યક્રમ મુજબ તેઓનું દુકાન બંધ કરી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના થેલીમાં ભરી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો બાઈક પર સવાર થઈ આવી વેપારીને છરી બતાવી રોકડ તેમજ દાગીના મળી કુલ રૂપિયા 2 લાખ ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતે સિધ્ધપુર પોલીસ મથકે વેપારીએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખના મુદ્દામાલની લૂંટ થયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ ચલાવનાર ઇસમોને ઝડપી પાડી લૂંટનો મુદ્દા માલ કબ્જે કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહીનબાગનાં કારણે ન માત્ર દિલ્હી પરંતુ સમગ્ર દેશ બદનામ થઇ રહ્યો છે: સ્વામી


સિદ્ધપુરમાં સોના, ચાંદીનો વ્યવસાય કરતા જગદીશ ભાઈ સોની તેઓ બે દિવસ અગાઉ પોતાના નિત્યક્રમ મુજબ રાત્રીના 8 વાગ્યાના સમયે તેમના થેલામાં રોકડ રકમ 2 લાખ અને સોના, ચાંદીના દાગીના મૂકી તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક બાઈક પર બે અજાણ્યા ઈસમો સવાર થઈ આવી વેપારી જગદીશ ભાઇને છરી બતાવી રોકડ અને સોના, ચાંદી ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે ઘટનામાં લૂંટ કરી ફરાર થતા ઈસમો સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે લૂંટ મામલે વહેપારી જગદીશ ભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કબ્જે કરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા. બાતમીના આધારે દેર્વશી ઉર્ફે દેવલો વ્યાસ, સંજય ઓડ , પ્રવીણ ઓડને ઝડપી પાડી પૂછ પરછ કરતા તેઓ પાસેથી લૂંટના મુદ્દા માલના રોકડ રૂપિયા 1,68,000 અને ચાંદીના સિક્કા અને ચાંદીની શેરો કબ્જે કરી હતી. ત્રણે ઈસમોને સિદ્ધપુર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે.


ફાયરિંગ કરીને 9.51 લાખની ચકચારી લૂંટ કેસમાં UP/MPનાં 4 આરોપીઓ ઝડપાયા


પકડાયેલ ત્રણ ઇસમોમાંથી દેર્વશી વ્યાસ નશીલા પ્રદાર્થનું સેવન કરતો હોઇ અને પૈસાની જરૂર હોવાને કારણે લૂંટ કરી હોવાનું સામે આવ્યું હતું. નશાની હાલતમાં લૂંટ ને અંજામ આપ્યો હોવાની કેમેરા સામે કબૂલાત કરી હતી. પોલીસે લૂંટને અંજામ આપનાર ત્રણ આરોપીને ઝડપી પડ્યા છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેંળવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે નશીલા પ્રદાર્થના રવાડે ચઢેલ ઈસમો પાસે પૈસા નહી હોવાને કારણે લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારે આવા નશીલા પ્રદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે જો પોલીસ લાલ આંખ કરે તો અન્ય ગુનાહિત પ્રવૃત્તિ પણ અટકાવી શકાય તે હાલ ના સમય ની માંગ ઉઠવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube