ડભોઇ: સગીર પ્રેમીકાને લઇને ભાગી છુટેલ આરોપી જેલના સળીયા પાછળ ધકેલાયો
આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે. વડોદરાના ડભોઇ તાલુકાના એક ગામની ૧૪ વર્ષીય કિશોરી ઉપર ૨૩ વર્ષના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૪ વર્ષિય કિશોરીને 23 વર્ષીય યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંન્ને પ્રેમમાં પાગલ પાત્રો અનેક વખત મળતા અને એકબીજા સાથે જીવવા મરવાની કસમનો વાયદો કરીને બેઠા હતા. જો કે આજે સમય એવો આવ્યો છે તે પીડિતાનો પ્રેમી જેલના સળીયા પાછળ છે કારણ 23 વર્ષીય યુવાન અજય સનાભાઇ તડવીએ કાયદાનું ભાન ભુલી ૧૪ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
ચિરાગ જોશી/ ડભોઇ : આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી પ્રેમમાં પાગલ પડતી નજરે પડે છે. વડોદરાના ડભોઇ તાલુકાના એક ગામની ૧૪ વર્ષીય કિશોરી ઉપર ૨૩ વર્ષના યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૪ વર્ષિય કિશોરીને 23 વર્ષીય યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંન્ને પ્રેમમાં પાગલ પાત્રો અનેક વખત મળતા અને એકબીજા સાથે જીવવા મરવાની કસમનો વાયદો કરીને બેઠા હતા. જો કે આજે સમય એવો આવ્યો છે તે પીડિતાનો પ્રેમી જેલના સળીયા પાછળ છે કારણ 23 વર્ષીય યુવાન અજય સનાભાઇ તડવીએ કાયદાનું ભાન ભુલી ૧૪ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.
કસ્ટમ વિભાગની દાણચોરો સામે લાલઆંખ, 1 વર્ષમાં 70 કીલો સોનુ કબ્જે
જો કે તેને ખ્યાલ નહોતો એક નાનકડી ભૂલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ બનાવ તારીખ 31 જાન્યુઆરીના રોજ બપોરે બે વાગ્યાના સુમારે ડભોઇ તાલુકાના શાઠોદ ગામ પાસેથી અજય સનાભાઇ તડવીએ ૧૪ વર્ષીય સગીરાને બોલાવી હતી. ત્યાં એકાએક એને શું થયું પ્રેમિકાને કહેવા લાગ્યા કે હું તારા સાથે લગ્ન કરીશ અને ચાલ આપણે ભાગી જઈએ. સગીરાની પણ ઉંમરના હિસાબે જીંદગી ક્યા લઈ જાય છે તેનું ભાન ન હતો સગીરા પણ આરોપી અજય તડવીની વાતોમાં આવી બંને જણ પલાયન થઈ ગયા હતા. જેને લઇ બીજી બાજુ સગીરાના પરિવારજનોએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
ભાવનગર યુનિવર્સિટીમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત, રાષ્ટ્ર ભક્તિ અંગે યુવાનોને જાગૃત કરવા પ્રયાસ
દરમિયાન સગીરાનો તેની માતા ઉપર ફોન આવ્યો હતો કે, હું પીપળીયા પરત આવી ગઈ છું. તમે મને લઈ જાઓ પરંતુ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ ડભોઇ પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી. તાત્કાલિક અસરથી આરોપી અજય તડવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માણસને એક ભૂલ અને કાયદાની અવગણના કરી પ્રેમ કરવાની સજા જેલની સલાખો પાછળ લઈ જાય છે તેવું જ આરોપી અજય સનાભાઇ તળવી સાથે બન્યું છે.
સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, હવામાન ખાતાએ ફરી કડકડતી ઠંડીની આગાહી કરી
હાલ પોલીસે અજય તળવી ઉપર આઈ પી સી કલમ 366,363,376 અને પોકસો કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં ભારતમાં એવા કેટલાય પ્રેમીઓ છે કે આજે પણ પ્રેમ ની સજા જેલમાં ભોગવી રહ્યા છે. હાલ પીડિતાના પરિવારજનો આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ખરેખર કાયદો આરોપી અજય તળવીને ફાંસીના માચડે ચડાવશે કે પછી પ્રેમનો ચમત્કાર તેને જેલની બહાર લઈ આવશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube