ભાવનગર યુનિવર્સિટીમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત, રાષ્ટ્ર ભક્તિ અંગે યુવાનોને જાગૃત કરવા પ્રયાસ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર ખાતે ૬ દિવસીય જ્ઞાન સપ્તાહ-૨૦૨૦ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સીટીના અટલ ઓડિટોરિયમ ખાતે પ્રારંભ થયેલા જ્ઞાન સપ્તાહના પ્રથમ દિને આચાર્ય ધર્મબંધુજી દ્વારા યુવા અને રાષ્ટ્ર પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જયારે CAA અને NRC મુદ્દે ધર્મબંધુજીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 
ભાવનગર યુનિવર્સિટીમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત, રાષ્ટ્ર ભક્તિ અંગે યુવાનોને જાગૃત કરવા પ્રયાસ

નવનીત દલવાડી/ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર ખાતે ૬ દિવસીય જ્ઞાન સપ્તાહ-૨૦૨૦ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સીટીના અટલ ઓડિટોરિયમ ખાતે પ્રારંભ થયેલા જ્ઞાન સપ્તાહના પ્રથમ દિને આચાર્ય ધર્મબંધુજી દ્વારા યુવા અને રાષ્ટ્ર પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જયારે CAA અને NRC મુદ્દે ધર્મબંધુજીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. 

નિત્યાનંદની બંન્ને સાધિકાઓનાં જામીન મુદ્દે કોર્ટે મુદત આપી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના અટલ ઓડિટોરિયમ ખાતે તા. ૩ થી ૮ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર જ્ઞાન સપ્તાહ-૨૦૨૦ નો આજથી પ્રારંભ થયો છે. જ્ઞાન સપ્તાહના પ્રથમ દિને પ્રાસલાના ધર્મબંધુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી તેમજ કુલપતિ મહિપતસિંહ ચાવડા પણ જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સાથે કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સીટીના વાર્ષિક અહેવાલને રજુ કરતી પુસ્તિકા "કૃષ્ણાર્પણ" નું વિમોચન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ આચાર્ય ધર્મબંધુજી દ્વારા ઉપસ્થિત યુવાઓ માટે રાષ્ટ્ર અંગે પોતાનું ખાસ વક્તવ્ય આપ્યું હતું. 

માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા RTO ઈનસ્પેક્ટર પર જીવલેણ હુમલો થતા ચકચાર
જેમાં રાષ્ટ્ર એટલે શું? તે અંગે કહ્યું કે કોઈ દેશ તેના ઈતિહાસથી વિકાસ નથી પામતો કે જાતીવાદી કે ધર્મવાદથી આગળ નથી વધતો પરંતુ રાષ્ટ્રવાદ થકી પ્રગતિ કરી શકે છે. અમેરિકા, ઇઝરાયેલ અને સિંગાપુર જેવા દેશો કોઈ ખાસ ઈતિહાસ ધરાવતા નથી, પરંતુ આજે તેમનું અનેરું સ્થાન દુનિયામાં છે. આપણા દેશને પણ આપણે આ હરોળમાં લાવી શકીએ પરંતુ તેમાં રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પડે. જેમાં વસ્તીવધારો, પોલ્યુશન, પાણીનો વેડફાટ,સારો ખોરાક, એજ્યુકેશન બાબતે જાગૃતતા આવે તે જરૂરી છે. જયારે સીએએ મુદ્દે પુછતા તેમણે ઉદાહરણ સાથે જણાવ્યું કે આ કાયદો દેશના નાગરિકોને કોઈ અસરકર્તા નથી. જે વ્યક્તિ દેશનો નાગરિક નથી તેને દેશમાં રહેવાનો કોઈ હક્ક નથી. આ ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના યુવક-યુવતીઓ અને પ્રોફેસરો સહિતના લોકો તેમજ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આવનારા ભારતની આ પેઢીમાં માર્મિક ટકોર સાથે રાષ્ટ્રભાવના જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news