પ્રશાંત ઢીવરે/સુરત: ક્રાઇમ બ્રાન્ચે ખૂંખાર આરોપી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ લલિત વાગડીયાએ ઓપરેશન પાર પાડી આરોપી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. આરોપી ધાડ-લૂંટ ઘરફોડ ચોરી આર્મ્સ એકટ જેવા ગંભીર પ્રકારના ગુના આચરતો હતો. કુખ્યાત આરોપી નટુ બુટાણીને અમદાવાદ ખાતેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 20થી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીની ધરપકડ કરી સરથાણા થયેલ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત


ટેકનિકલ એનાલીસીસ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે અમદાવાદ શહેર પાલડી વિસ્તારમાંથી આરોપી ઝડપી પડ્યો છે. કુખ્યાત આરોપી નટુભાઈ ગાંડાભાઈ બુટાણી ને રોકડા રૂપિયા 86000/- તેમજ મોબાઈલફોન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપી આશરે બે મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલ યોગીચોક ખાતે આવેલ સીટી સેન્ટર કોમ્પલેક્ષમાં આવેલ સરદાર પટેલ ગ્રુપની સંસ્થાની ઓફીસમાં નોકરી કરતો હતો.


અજીબોગરીબ કિસ્સો! ટ્રેન ચૂકી જતા વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધ્યો!


આરોપીને રુપિયાની જરુર હોય પોતે ઓફીસમાં રહેતો હોય રાત્રીના આશરે 02.00 થી 03.00 વાગ્યાના અરશામાં ડ્રોવરનુ ખાનુ તોડી તેમાથી આશરે રોકડા રૂપિયા 3 લાખની ચોરી કરી હતી. ત્યારબાદ ત્યાંથી ભાગી અને મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, રાજસ્થાન જેવા અલગ- અલગ શહેરોમાં રહેતો હતો. આરોપીએ ચોરીમાં મળેલ રુપિયા મોજ-શોખમાં વાપરી નાખ્યા હતા. 


સસ્તા સોનાની આશા છોડી દો, વર્ષ 2024માં ગોલ્ડમાં આવશે તોફાની તેજી, જાણો વિગત


ભુતકાળમાં આરોપીએ પોતાની ગેંગ સાથે મળીને લૂંટ-ધાડ ઘરફોડ- ચોરી વાહન ચોરી, આર્મ્સ એક્ટના ગંભીર ગુના આચરેલા છે. 


CCTV: પાલઘર નજીક ડમ્પરે બસને અડફટે લેતા થયો ગોઝારો અકસ્માત, 2 બાળકોના મોત, 15 ઘાયલ