મૌલિક ધામેચા/અમદાવાદ: સાઇબર ક્રાઇમ બ્રાંચે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે માત્ર છ ધોરણ અભ્યાસ કરી મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. પણ, તેને મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે હવે જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે. પકડાયેલા આરોપી ને દરિયાપુર વિસ્તારમાંથી પકડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને નામ મહમદ ઉવેશ છે. આરોપી મોહમ્મદ ઉવેશ દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે. અને મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. જોકે સાયબર ક્રાઇમમાં એક મહિલાની ફરિયાદ આધારે ટેકનિકલ સર્વેલન્સ થી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી મહમદ ઉવેશ જુદા-જુદા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદી મહિલાને પ્રેમ સંબંધ બાંધવા મેસેજ કરતો. 


એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને પોતે આઈપીએસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપતો હતો. જોકે આ અંગે સાઇબર ક્રાઇમને ફરિયાદ મળતા ફરિયાદ નોંધાવી આરોપી ધરપકડ કરવામાં આવી હતી.


પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં મહિલા સાથે વાતચીત કરવા આરોપી અનેક મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ચૂક્યો છે. અને મહિલાને તેની સાથે કોઈ પ્રેમ સંબંધ ન રાખવો હોય તેના કારણે આરોપીના મોબાઈલ નંબર બ્લોક કરી દેતી. પરંતુ પોતે આઈપીએસ અધિકારી હોવાનું કહીને મહિલાને ઇમ્પ્રેસ કરવાનો પણ પ્રયત્ન કરતો. અમદાવાદના આઇપીએસ તરીકે ફરજ બજાવતા સફીન હશનના નામે પણ વાતચીત કરી હોવાનું આ સામે આવ્યુ છે ત્યારે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.


આ પણ વીડિયો જુઓ:-