સરકારે ગીર સોમનાથના સુંદરપરા ટોલબૂથ પર પોલીસ બેસાડી! નિયમો નેવે મૂકીને ટોલબૂથ પર શરૂ થઈ વસૂલી
ગીરસોમનાથ જિલ્લામા સુંદરપરા ટોલનાકાનો ખૂબજ વિરોધ થયો હોવા છતા પણ થોડા દિવસ પહેલા જ વિધીવત રીતે આ ટોલનાકુ શરુ થઈ ચુક્યુ છે અને ટોલ ઉઘરાવવાનુ પણ શરુ કરી દીધેલ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગીર સોમનાથ: જિલ્લાના સુંદરપરા ટોલનાકા પર આજરોજ 100 વધુ લોકો દ્રારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવેલ હતો. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
ગીરસોમનાથ જિલ્લામા સુંદરપરા ટોલનાકાનો ખૂબજ વિરોધ થયો હોવા છતા પણ થોડા દિવસ પહેલા જ વિધીવત રીતે આ ટોલનાકુ શરુ થઈ ચુક્યુ છે અને ટોલ ઉઘરાવવાનુ પણ શરુ કરી દીધેલ છે ત્યારે સરકારના મંત્રી નિતીન ગડકરીના 60 કિમીની અંદર એક જ ટોલનાકુ હોવુ જોઇએ તે નિયમ કયા ગયા અને એકથી વધુ ટોલનાકા હશે તો તે બંધ કરવામા આવશે તે વાતો તો હવામા જ રહી ગઈ અને આ સુદરપરા ટોલનાકુ શરુ થઈ ગયેલ છે.
આજરોજ દલીત અધિકાર મંચ તથા ટેક્સી એશોશીએશનના 100થી વધુ લોકોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટોલનાકા પર કબ્જો જમાવ્યો હતો અને ધરણા પર બેસ્યા હતા . ટોલનાકા ના મેનેજર અને અધીકારીઓ પણ ટોલનાકા પર જોવા મળ્યા હતા. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સૂત્રાપાડા પીઆઇ સહીત પોલીસ નો કાફલો પણ ટોલનાકા પર ગોઠવી દેવામા આવ્યો હતો.
વિરોધ પ્રદર્શન કરનાર લોકોની માંગ છે કે હજુ સુધી નેશનલ હાઇવેના કામો અધુરા છે અને ટોલનાકુ શરુ કરી દેવાયુ અને 23 કિમીની અંદર જ બીજુ ટોલનાકુ જે નિયમ વિરુદ્ધ છે તે બંધ થવુ જોઇએ અને ટેક્સી એશોશીએશનના મતે તેઓને રાહતભાવૈ પાસ કાઢી આપવામા આવે તેવી માંગ સાથે ધરણા કરાયા હતા.
તો બીજી તરફ ટોલનાકાના મેનેજર ના જણાવેલ મુજબ અમારે સરકારના નિયમ મુજબ ટોલનાકાના ભાવો ઉઘરાવવા ના હોય છે જયા સુધી રોડ રસ્તાના કામ અધૂરા છે ત્યા સુધી ભાવ અલગ અને પુરા થઈ જશે પછી એકસરખા ભાવ થઈ જશે. અમે માત્ર ટોલનાકાના સંચાલન તરીકે કામ કરીએ છીએ રોડ રસ્તાની અમારી કોઇ જવાબદારી રહેતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે