ઇમરાન કહેર? રાજ્યની રાજકીય અને અધિકારીક ટોપની વહીવટી પાંખ ક્વોરન્ટિન થશે!
કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદની જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર તંત્રમાં બેચેની વ્યાપી છે. ખેડાવાલાએ મંગળવારે બપોરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્યનાં પોલીસવડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. જેના પગલે હવે રાજ્યનાં પોલીસવડા, રાજ્યનાં મુખ્ય સચિવ સહિતનાં ગુજરાતનાં અનેક ઉચ્ચ અધિકારીઓને ક્વોરન્ટીન કરવા પડે તેવી શક્યતા છે.
અમદાવાદ : કોરોનાના હોટ સ્પોટ બનેલા અમદાવાદની જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર તંત્રમાં બેચેની વ્યાપી છે. ખેડાવાલાએ મંગળવારે બપોરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યનાં મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્યનાં પોલીસવડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. જેના પગલે હવે રાજ્યનાં પોલીસવડા, રાજ્યનાં મુખ્ય સચિવ સહિતનાં ગુજરાતનાં અનેક ઉચ્ચ અધિકારીઓને ક્વોરન્ટીન કરવા પડે તેવી શક્યતા છે.
અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી એક જ દિવસમાં 19 કેસ, નવરંગપુરા એક જ પરિવારનાં 6 કેસ
આ ઉપરાંત ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનાર મુખ્યમંત્રી, નાયબ મુખ્યપ્રધાન, ગૃહરાજ્યમંત્રી સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓએ પણ ક્વોરન્ટિન કરવા પડે તેવી શક્યતા છે. ઇમરાન ખેડાવાલા કાંડ બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી સહિતનાં તમામ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોત પોતાની તમામ બેઠકો રદ્દ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ પણ હોમ ક્વોરન્ટીન થયા છે. આ ઉપરાંત સરકાર દ્વારા મીડિયા કર્મચારીઓનાં ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગરનાં 2 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી, 1 દર્દીનું નિપજ્યું મોત
ખેડાવાલા, શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ CMને મળવા એક જ કારમાં ગયા હતા
કોરોના દર્દી ઇમરાન ખેડાવાલાની સાથે કોંગ્રેસનાં અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ એક જ ગાડીમાં બેસીને ગાંધીનગર ગયા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રીએ ત્યાર બાદ અમદાવાદના કર્ફ્યું અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યનાં અનેક વરિષ્ઠ પત્રકારો હાજર હતા. આ તમામ પત્રકારોને પણ ક્વોરન્ટિન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર