ઝી બ્યુરો/વડોદરા: વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો


હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.


50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિવાળા બનશે અમીર


સમગ્ર બાબતે હરણી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ એચ ડીવિઝન દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું હતું કે ગતરોજ બપોરે 11 વાગ્યે મેઈલ મલ્યો હતો. દેશના તમામ એરપોર્ટ ને આ મેઈલ મળ્યો હતો. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ સહિત તપાસ કરી હતી. સેન્ટ્રલ આઇ બી અને લોકલ આઇબીની ટીમ પણ તપાસ જોડાઈ હતી. બે મહિનામાં બીજી વાર વડોદરા એરપોર્ટ ને મળી ધમકી છે.ત્યારે ધમકી બાદ આઇ પી એડ્રેસ અને વિપીએન ને તપાસ કરવામાં આવશે.


ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ દેશના જુદા જુદા એરપોર્ટની સાથે હરણી એરપોર્ટને પણ ઉડાવી દેવાનો મેલ મળ્યો હતો.