મૌલિક ધામેચા/અમદાવાદ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે ધોળકા બગોદરા રોડ ઉપરથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધોળકા નજીકથી કારમાં ગાંજાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી આધારે NCBની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન ટાવેરા કારના દરવાજા પાસે બનાવવામાં આવેલા ખાનગી જગ્યા ઉપર ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંજાનો જથ્થો મળી આવતા એનસીબીએ ડ્રાઈવરની ધરપકડ કરી અલગ અલગ 77 જેટલા ગાંજાના પેકેટો જપ્ત કર્યા હતા. મળતી માહિતી અનુસાર ગાંજાનો જથ્થો ઓડીસાથી લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. NCBએ લાખો રૂપિયાનો 114 કિલો કરતા પણ વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.


આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ


જોકે આ જથ્થો મોકલનાર શખ્સો ફરાર છે જેને લઇ તપાસ થઈ રહી છે. મહત્વનું માનવામાં આવે છે કે અનેક વખત કારમાં આ રીતે ગાંજાનો જથ્થો હેરાફેરી કરવામાં આવ્યો હશે. હાલ તો ઓડીસાથી ગાંજાનો જથ્થો કોને મોકલવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અને ગાંજો ક્યાં જઇ રહ્યો હતો તે અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે.