અતુલ તિવારી/અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64માં રાષ્ટ્રીય અધિવેશનની ધ્વજા અવતરણ સાથે સમાપન કરાયું હતું. આ અધિવેશનમાં દેશના તમામ રાજ્ય સહીત નેપાળથી 3700 જેટલા વિદ્યાર્થી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ભૂતકાળમાં ABVPના કાર્યકર હોવાને નાતે બેઠકમાં હાજરી આપી હતી અને યુવાન કાર્યકરોને સંદેશો પણ આપ્યો હતો. તો દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પણ અધિવેશનમાં હાજરી આપી હતી. આ અધિવેશનના અંતે કુલ 3 મહત્વના પ્રસ્તાવ પારિત કરાયા હતા અને ABVPની નવી કારોબારી સમિતિની જાહેરાત પણ કરાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64માં રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહેલા 3700 વિદ્યાર્થી કાર્યકર્તાઓની હાજરીમાં નવી સમિતિની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના મહેસાણાના છગન પટેલનો 5 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષમાં સમાવેશ કરાયો હતો.


માત્ર 10મું પાસ કરી ખોલ્યું ક્લિનીક, ત્રણ ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરની ઘરપકડ


3 મહત્વના પ્રસ્તાવમાં 'શિક્ષા ક્ષેત્રમાંથી માઓવાદી પ્રસારને હટાવવાની આવશ્યકતા', 'સર્વાગીય વિકાસની તરફ વધતા ભારતની સમક્ષ પડકારો' અને 'શહેરી માઓવાદ' જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો. સાથે જ ABVP દ્વારા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા 'NO NOTA' કેમ્પેઈન પણ ચલાવવામાં આવશે અને મતદાતાઓને 'NOTA'ને બદલે કોઈ પણ એક ઉમેદવારને મત આપવા માટે પ્રેરિત પણ કરાશે.


અમદાવાદ: 31 ડિસેમ્બરને લઇને પોલીસનો માસ્ટરપ્લાન, આ પ્રકારની છે તૈયારી


ABVPના રાષ્ટ્રીય મહામંત્રી આશિષ ચૌહાણે શિક્ષણ ક્ષેત્ર વિષે વાત કરતા કહ્યું હતું કે, શિક્ષકોની અછતનો મુદ્દો ABVP ઉઠાવશે અને તેઓ હાલમાં ચાલી રહેલી સેમિસ્ટરપ્રથાનો પણ વિરોધ કરે છે. સાથે જ બી.એ., બી.કોમ., બી.એસસી.માં ચાલી રહેલી સેમિસ્ટર પ્રથા હટાવવા તેમનું સમર્થન પણ જાહેર કર્યું હતું. 


વધુમાં તેઓએ જણાવ્યું કે, સજા કરાઈ હોય તેવા લોકોના પુસ્તકો અને લેખનનો રીવ્યુ કરાયા બાદ તેને અભ્યાસમાંથી દૂર કરવા જોઈએ અને અપરાધીને કોર્ટ કેસમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી કોઈપણ શૈક્ષણિક કેમ્પસમાં પ્રવેશ પણ ના આપવો જોઈએ. રામજન્મભૂમિ અંગેના વિવાદને લઈને પોતાનો પક્ષ મુક્ત કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઝડપથી આ મામલે સુનાવણી કરવી જોઈએ અને પોતાનો નિર્ણય જાહેર કરવો જોઈએ.


મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી


રાષ્ટ્રીય અધિવેશનમાં ચર્ચા થયા મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા આગામી દિવસોમાં દેશના તમામ કેમ્પસમાં જઈને ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશેની જાણકારી આપવામાં આવશે સાથે જ મહિલાઓ માટે ચલાવવામાં આવેલા 'મિશન સાહસી' કાર્યક્રમને આગળ વધારવામાં પણ આવશે. જેના દ્વારા અત્યાર સુધી દેશભરમાંથી 7 લાખ જેટલી મહિલાઓ ટ્રેનીંગ લઇ ચુકી છે અને જેની શરૂઆત ગુજરાતમાં પણ ટૂંક સમયમાં કરાશે.