* ૭૦ કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
* પકડાયેલ શખ્સો ટ્રેન મારફતે પાર્સલમાં મંગાવતા ગાજો
* SOG ક્રાઈમે  રેડ કરી 7 લાખથી વધુની કીમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો
* અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં છૂટક ગાંજો વેચી ચાલવતા ગેરકાયદે કારોબાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરકોટડા વિસ્તારમાંથી 70 કિલોથી વધુનો ગાંજાનાં જથ્થા સાથે બે આરોપીઓની  SOG ક્રાઈમની ટીમે ધરપકડ કરી છે. આરોપી મોહમંદ શેહજાદ અંસારી અને રામ પ્રકાશ ખટીક નામના શખ્સો છેલ્લા 6 મહિનાથી શહેરકોટડા વિસ્તારમાં ગાંજાની હેરાફેરી કરતા હોવાની હકીકત આધારે રેડ કરતા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે વધુ તપાસ દરમ્યાન આ જથ્થો ક્યાંથઈ લાવતા અને કોને કોને સપ્લાય કરતા તે પણ પુછપરછ દરમ્યાન સામે આવી શકે છે.


ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા


SOG ક્રાઈમની કસ્ટડીમાં ઉભેલા આ બંન્ને શખ્શો નામ છે  મોહમંદ શેહજાદ અંસારી અને રામ પ્રકાશ ખટીક. તેમના પર આરોપ છે ગેરકાયદે ગાંજો વેચવાનો. છેલ્લા 6 માસથી અમદાવાદમાં ગાંજાની હેરાફેરી કરતા પણ  પોલીસનાં હાથે  પહેલી વખત આવ્યા. આરોપી પાસેથી પોલીસે લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, ત્યારે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે કે ઓરિસ્સાથી સુરેન્દ્ર નામનો શખ્સ આ ગાંજાનો જથ્થો આપતો. બાદમાં  શહેરમાં અલગ અલગ જગ્યાએ આરોપીઓ ગાંજાનો જથ્થો સપ્લાય કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગાંજાના દુષણને નાથવા માટે રાજ્ય સરકારે કાયદામાં ફેરફાર કરી વધુ સજાની અને કડક કાર્યવાહીની જોગવાઈ કરી છે.


અન્નપૂર્ણા યોજના બંધ થતા ભૂખ્યા રહે છે શ્રમિકો, યોજના ફરી કરવા વડોદરામાં ઉઠી માંગ


જેને પગલે પોલીસે પણ નારકોટીક્સના ગુના દાખલ કરી બદ્દીને દુર કરવા માટેની કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ગાંજો પંજાબ અને હરિયાણા બોર્ડરો પરથી લાવવામાં આવતો. પરંતું સાઉથ બોર્ડરમાંથી ગુજરાતમાં ગાંજો લવાયા હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યાનું પોલીસનું માનવું છે. ત્યારે હાલ પકડેલા બંને આરોપીઓની SOG ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ  હેન્ડલર સુરેન્દ્ર ઉર્ફે ઓરિસ્સાની શોધખોળ હાથ ધરી ઝડપથઈ પકડી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube