રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : વિસ્તારનું ખ્યાદનામ વાદ્ય 'સુરંદો' કચ્છમાંથી નામશેષ થવાને આરે છે. 2-3 કલાકારો માંડ આ વિદ્યાના જાણકાર બચ્યા છે. ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી તેમજ કલાકારો માટે પ્રખ્યાત છે. કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રના અનેક શ્રેષ્ઠ વાદ્યો છે જેમાંનું એક વાદ્ય 'સુરંદો' છે. સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે. જે હવે કચ્છ જિલ્લામાં લુપ્ત થઈ રહ્યું છે. હાલમાં કચ્છમાં એક પણ પરંપરાગત સુરંદો બનાવનાર નથી રહ્યા અને આ કળા વિલુપ્ત થવાના આરે પહોંચી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 245 નવા કેસ, 644 દર્દી સાજા થયા, 5 નાગરિકોનાં મોત


'સુરંદો'એ કચ્છનું એક પ્રાચીન લોકસંગીત વાદ્ય છે. તારવાળા આ તંતુવાદ્યને ગઝ અથવા ગાઝીથી વગાડવામાં આવે છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય આમ તો બધા જ લાકડામાંથી બની શકે, પણ લાહિરો લાકડાને સુરંદો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુરંદો બનાવવા માટે લાકડાને મોર જેવો આકાર આપવામાં આવે છે. સુરંદોનું ઉદભવ પાકિસ્તાનમાં થયું છે. કચ્છમાં આ વાદ્ય ફકીરાણી જત સમાજમાં જોવા મળે છે. જે આ કલા વંશ પરંપરાગત રીતે ઊતરી આવી છે. સુરંદો પાંચ તારનું તંતુ વાદ્ય છે. જે રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અને તેને પણછથી વગાડાય છે. આ પણછ ઘોડાની પૂછડીના વાળમાંથી બનાવાય છે. સુરંદાનો કલાકાર જયારે સુરંદો વગાડવા બેસે છે ત્યારે સૌ પ્રથમ પણછને જીણા પાતળાં પળ અથવા ‘બીચ્ચો’’ સાથે ઘસાય છે. જે સરગુના ઝળનું રસ હોય છે, ત્યાર બાદ પણછને તાર પર ઘસવાથી સુરંદોના સુ૨ પેદા થાય છે. સુરંદો ખાસ કરીને ચોમાસામાં વધારે વગાડતા હોય છે. 


ગુજરાતમાં વિકાસ જ વિકાસ: જામનગર- અમદાવાદ તાલુકાના 739 કરોડ મંજૂર કરાયા


સુરંદોને ગડા–ગમેલા સાથે સંગત કરવામાં આવે છે. એટલી જ સારી રીતે તેના સાથે બૈત આલાપે છે. પશુપાલકો જયારે એકલા અટુલા પોતાના ઢોરઢાંખર સાથે હોય ત્યારે ઘણા સમયે બધા ભેગા થાય છે. સુરંદોને પેઢી દર પેઢી કલાને આપતા ગયા આમ, બાપથી દિકરા સુધી પરંપરામાં ઉતર્યો. આજે વર્તમાન સમયમાં સુરંદોને વગાડનારા માત્ર બે થી ત્રણ લોકો જ બચ્યા છે.જેમાંના ઓસમાણ સોનુ જત જે તેના પિતાજી પાસેથી શીખ્યો અને સ્વર પૂર્વકનું અવલોકનથી આ કલાને જાળવી છે.


બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની દુકાન પચાવવાનો પ્રયાસ કરનાર લાકડા ગેંગના સભ્યો ઝડપાયા


ઓસમાણ જત એ કચ્છનાં સુરંદોવાદક પૈકી એક છે. તેઓ અબડાસા તાલુકાનાં મોહાળી ગામમાં રહે છે. તેમણે નાનપણથી જ પિતાને સુરંદો વગાડતા જોયા અને તેમને જોઈને પોતે પણ શીખ્યા. તેઓ પોતાનું તેમજ ઘરનાં સભ્યોનું ગુજરાન ચલાવવા ટ્રક ચલાવવાનું કામ કરી રહ્યા છે.તેમણે પોતાના પિતા તરફથી મળેલી કલાને સાચવવા પ્રયત્નો કરી રહ્યા છે. ઓસ્માણ જત પાસે જે સુરંદો છે તે તેના દાદાના દાદાનો છે. તેને અંદાજિત 150 વર્ષ જેટલા થયા છે. આ સંગીતની પ્રથા બીજી ઘણી કચ્છી કળાની જેમ આજનાં સમાજમાંથી કમનસીબે પોતાનું સ્થાન ગુમાવી રહી છે. હાલમાં કચ્છમાં એક પણ પરંપરાગત સુરંદો બનાવનાર નથી રહ્યા. એક માત્ર વગાડનાર કલાકાર બાકી રહ્યો છે. જે કલાને જાણે જેનાથી તેનો જીવનનિર્વાહ ટકી રહે.


બેકાર યુવકોએ નોકરી મેળવવા માટે હજારો લોકોનાં જીવ લઇ લેવાનું આયોજન કર્યું પણ...


સંગીત પોતે આ પ્રથાને ટકાવવા માટે આવકનો સ્ત્રોત ઊભું નથી કરી શકયું, સમયના અભાવે, તેઓ જેમને શીખવાનો રસ છે તેવા લોકોને આ વાદ્ય પરંપરા આપવામાં સમર્થ નથી. જયારે બીજા ઘણા એવા છે જે આ વાદ્યને શીખવા અને આ પરંપરાને ચાલુ રાખવા માટે આતુર છે પણ સમય અને પૈસા જે તેને જાળવવા અને ટકાવવા માટે મોટો અવરોધો છે. કચ્છ જિલ્લામાં આ વાદ્ય લુપ્ત થઈ રહ્યું છે ઉપરાંત આ વાદ્યને વગાડનારા માત્ર ગણેલા કલાકારો છે. ઉપરાંત આવા વાદ્ય વગાડનારા કલાકારો રાજસ્થાનમાં પણ છે પરંતુ ત્યાં પ્રવાસીઓ, સ્થાનિક લોકો ઉપરાંત સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહે છે અને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે.


આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મંત્રીએ કહ્યું દરેકને ધંધો-રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ


જ્યારે કચ્છના કલાકારોને સરકારનો જોઈએ એટલો સહકાર કે પ્રોત્સાહન નથી મળી રહ્યો.જો સરકાર કલાકારને પૂરતો પ્રોત્સાહન પુરો પાડે તો કલાકારોને રોજગારી પણ મળે અને દેશ વિદેશમાં પોતાની કલાનું પ્રદર્શન પણ કરી શકે. કચ્છ જિલ્લામાં જેમ સરકાર પ્રવાસનને વેગ આપવા માટે અથાગ પ્રયત્નો કરે છે તે જ રીતે કલાકારો માટે પણ પ્રયત્નો કરે તો કચ્છના કલાકારો વિશ્વ સ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકે છે. ઉપરાંત કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં પણ અનેક કલાકારો બહારથી અહીંયા પરફોર્મન્સ કરવા માટે આવતા હોય છે. જે સારી વાત છે પરંતુ કચ્છના સ્થાનિક કલાકારોને પણ જો તક આપવામાં આવે તો સરકારનું આ પગલું કલાકાર માટે પ્રોત્સાહન સમાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube