શાહઆલમ પોલીસ એટેક પુર્વાયોજીત કાવતરૂ, ધાબાપરથી પણ પથ્થરો મળી આવ્યા
શહેરમાં સીએએ કાયદાની વિરુદ્ધ મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન શાંત વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જો કે અચાનક આ પ્રદર્શન હિંસક બની જતા પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસ પર હિંસક હુમલાને પગલે પોલીસે પણ કડક કાર્યવાહી કરતા તુરંત જ આંદોલનકારીઓને વિખેરી નાખ્યા હતા. આ ઉપરાંત તમામ તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ આરંભી હતી. જેમાં પોલીસ તપાસમાં જેમ જેમ ઉંડે ઉતરતી જાય છે તેમ તેમ આ હુમલો પ્રિપ્લાન્ડ હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ : શહેરમાં સીએએ કાયદાની વિરુદ્ધ મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન શાંત વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જો કે અચાનક આ પ્રદર્શન હિંસક બની જતા પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસ પર હિંસક હુમલાને પગલે પોલીસે પણ કડક કાર્યવાહી કરતા તુરંત જ આંદોલનકારીઓને વિખેરી નાખ્યા હતા. આ ઉપરાંત તમામ તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ આરંભી હતી. જેમાં પોલીસ તપાસમાં જેમ જેમ ઉંડે ઉતરતી જાય છે તેમ તેમ આ હુમલો પ્રિપ્લાન્ડ હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકારની પોલ ખોલી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મેસેજ કરવામાં આવ્યા હતા. પોલીસ પર હિંસક હુમલામાં 3 સગીર સહિત વધારે 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ કુલ 77 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી ચુકી છે. ઉપરાતં જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો તે સ્થળો પર તપાસ કરાતા મકાનની અગાશીઓ પરથી પથ્થરો સહિતની સામગ્રી મળી આવી હતી. જેથી આ હુમલાનું આગોતરૂં આયોજન કરવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું.
જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બે દિવસ પહેલા જ આ મુદ્દે મીટિંગ થઇ હતી. ત્યાર બાદ કાવતરાના ભાગરૂપે પથ્થરો એકઠા કરીને મકાનના ધાબા પર મુકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોએ ફૂટપાથ લાગેલા પેવર ઉખેડીને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર થયેલા હિંસક હુમલામાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 19 પોલીસ જવાન ઘાયલ થયા હતા. જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, કાવતરૂ સહિતની કલમ લગાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાંથી સીસીટીવી કબ્જે કરીને કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube