ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકારની પોલ ખોલી

ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી (Liquor ban) બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય, પણ ગુજરાતનાં સૌથી સિનીયર ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાની વાત કાંઈક અલગ રીતે કરી છે. 
ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકારની પોલ ખોલી

જયેશ દોશી/નર્મદા :ગુજરાતના સૌથી સિનીયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી (Liquor ban) બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય, પણ ગુજરાતનાં સૌથી સિનીયર ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાની વાત કાંઈક અલગ રીતે કરી છે. 

જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર 

આજે રાજપીપળા ટાઉનહોલ ખાતે યોજાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમમાં ‘ગુજરાતમાં દારૂ મળે છે કે કેમ?’ તે બાબતે પૂછાયેલા પ્રશ્ન બાબતે જણાવ્યું કે, આખી દુનિયાને ખબર છે અને જો હું ના કહું તો હું ખોટો પડું!! વધુમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે, કેમિકલવાળો શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે. કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે, અને પોટલીથી તો નુકસાન જાય જ છે, પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે તેનાથી તો વધુ નુકસાન જાય છે. 

કાર્યક્રમ ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના મુદ્દે હતો. જેમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા નિર્મિત વાંસમાંથી બનાવેલ બોટલને લોન્ચ કરાઈ. નેતાએ તેના ફાયદા પણ ગણાવ્યા અને પ્લાસ્ટિકની બોટલનાં ગેરફાયદા ય ગણાવી દીધા. પણ જ્યારે મીડિયાએ પૂછ્યું કે, આ કાર્યક્રમમાં જ મહેમાનો માટે જાહેર સ્ટેજ પર પ્લાસ્ટિકની બોટલ મૂકાઈ છે, ત્યારે સાંસદે જણાવ્યું કે, હા અમે સ્વીકારીએ છે કે, દરેક કાર્યક્રમમાં આવું જ થાય છે. નર્મદાના કલેક્ટરે કહ્યું કે, આ બાબતે અમે ધ્યાન દોર્યું છે, અને હું પણ કહું છું કે આની શરૂઆત આપણાથી કરવી જોઈએ અને પ્લાસ્ટિકની બોટલ ન મૂકાવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news