આવતીકાલથી શ્રાવણ શરૂ, મંદિરોમાં અભિષેક નહિ થાય, માસ્ક વગર પ્રવેશ મળશે નહીં
21 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ કોરોના વાયરસને કારણે ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તોએ અનેક વાતનું ધ્યાન રાખવું પડશે.
અમદાવાદઃ આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની અસર તેના પર પણ પડવાની છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે કોઈ મંદિરમાં વિશેષ આયોજન રખાયા નથી. દરેક ભક્તોએ દર્શન કરવા સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો રાજ્યના અનેક મંદિરોમાં દર્શન માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે.
શિવ મંદિરોમાં અભિષેક નહીં થાય
મંગળવાથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. આ મહિનામાં ભક્તો શિવમય બની જતા હોય છે. મંદિરમાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. તો અભિષેક પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અનેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભક્તો અભિષેક કરી શકશે નહીં. મંદિરની વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે.
માસ્ક વગર પ્રવેશ નહીં
શ્રાવણ મહિનામાં શિવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે ખાસ ધ્યાન રાખવામાં આવશે. જે કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેરે તેને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ખાસ પાલન કરવુ પડશે. તો મંદિરમાં ફૂલ-હાર, પ્રસાદ ચઢાવી શકાશે નહીં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube