મૌલિક ધામેચા/અમદાવાદ : ઈસનપુરમાં કોરોના પોઝિટીવ કેસોને પગલે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેરાત કરીને શહેરીજનોને સતર્ક રહેવા તાકીદ પણ કરી છે. જો કે કન્ટેઇનમેન્ટ ઝોનની માહિતી મળતાની સાથે જ મણિનગર તેમજ ખોખરા પોલિસ હરકતમાં આવી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ હાઈવે નંબર-૮ પર ખોખરાની હદમાં તેમજ મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર પોલિસ જવાનો દ્વારા વાહનચાલકો તેમજ રાહદારીઓને માસ્ક અને સેનેટાઈઝની બોટલોનું વિતરણ કરીને શહેરીજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માસ્કના દંડ વસુલીને લોકોમાં નકારાત્મ છબીને સુધારવાનો અનોખો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરાયો હતો. 


મણિનગર પોલિસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈ વાઘજીભાઈ અને ખોખરા પોલિસ સ્ટેશનના પીએસઆઈ આર.એન ચુડાસમા અને તેમના સ્ટાફ દ્વારા માર્ગો પર વિશેષ જનજાગુતિ અભિયાન હાથ ધરીને નાગરિકોને સાવચેત કરીને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી. માસ્ક સતત પહેરી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઇસનપુરના દેવ કેસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યાનાં એક જ દિવસ બાદ આજે ચાંદખેડાની સંપદ સોસાયટીને પણ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. સતત વધી રહેલા કેસના કારણે તંત્ર પણ ચિંતાતુર બન્યું છે.