VMCએ 18 મહિનાનું કહી ઘર ખાલી કરાવી નાખ્યા, 3 વર્ષે હજી ખાડો પણ નથી ખોદાયો
શહેરના વારસિયા સ્થિત સંજયનગરના વિસ્થાપીતોને છેલ્લા 3 માસથી મકાનનું ભાડું નહીં મળતા કોર્પોરેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકાએ પીપીપી ધોરણે લાભાર્થીઓને 18 માસમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો આપવાનુ વચન આપ્યું હતું. જો કે આજે ત્રણ વર્ષ બાદ પણ મકાનનું કામ શરૂ ન થતાં લાભાર્થીઓની સ્થિતિ ન તો ઘરનાં ન તો ઘાટના જેવી થઇ છે. લાભાર્થીઓમાંથી 100થી વધારે પરિવારના લોકોએ પાલિકાની કચેરી પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના વારસિયા સ્થિત સંજયનગરના વિસ્થાપીતોને છેલ્લા 3 માસથી મકાનનું ભાડું નહીં મળતા કોર્પોરેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. પાલિકાએ પીપીપી ધોરણે લાભાર્થીઓને 18 માસમાં પ્રધાનમંત્રી આવાસના મકાનો આપવાનુ વચન આપ્યું હતું. જો કે આજે ત્રણ વર્ષ બાદ પણ મકાનનું કામ શરૂ ન થતાં લાભાર્થીઓની સ્થિતિ ન તો ઘરનાં ન તો ઘાટના જેવી થઇ છે. લાભાર્થીઓમાંથી 100થી વધારે પરિવારના લોકોએ પાલિકાની કચેરી પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
પાલનપુર: દરેક ગુજરાતીનું માથુ શરમથી ઝુંકે તેવી ઘટના, 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ
પાલિકા એ 18 માસમાં તમામ 1841 પીડિતોને મકાન આપવાની લેખિત બહેધારી આપી હતી. જેનો કોન્ટ્રાકટ સાંઈ રુચિ અને નારાયણ રિયાલટીને પાલિકાએ આપ્યો હતો. શરૂઆતમાં પાલિકાએ 18 માસનો સમય આપ્યો હતો બાદમાં સમયમર્યાદા વધારીને 36 માસ કરવામાં આવી. જો કે 34 માસ પૂરા થયા બાદ પણ કોન્ટ્રાક્ટરે હજી મકાન બનાવવાનું પણ શરૂ નથી કર્યું. ઉપરાંત છેલ્લા 3 માસથી લાભાર્થીઓને ભાડું પણ નથી ચૂકવ્યું. જેને લઈ લાભાર્થીઓ પાલિકાના કમિશનરને રજૂઆત કરવા માટે પાલિકાની ઓફીસે પહોંચ્યા. જ્યાં પોલીસ અને પાલિકાના કર્મચારીઓએ લાભાર્થીઓને કચેરીમાં પ્રવેશતા રોક્યા હતા. પાલિકા કચેરીના ગેટ બંધ કરી દીધા હતા.
તાપી: સોનગઢ નજીક GSRTCની બસ, TRUCK અને Jeep વચ્ચે અકસ્માત, 7ના મોત
લાભાર્થીઓએ મકાન નહિ આપી શકતા તો 10 લાખની લોન આપવાની માંગ કરી છે જેથી ફરીથી સંજયનગર ખાતે મકાન બનાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ છુટાછવાયા રજુઆત કરવા માટે જતા લોકોને હડધુત કરવામાં આવતા હતા. જેના કારણે આ સમુહમાં રજુઆત કરવા પહોંચેલા લોકો સાથે પણ પાલિકા કર્મચારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવતા આખરે કંટાળેલા લાભાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube