મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ એસજી હાઇવે પર શપથ-5 માં નોકરી કરતી એક મહિલાને બાઇકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને બાઇક સવારે 20 ફુટ સુધી ઘસડી હતી. એટલું જ નહી બાઇકનાં બંન્ને ટાયર મહિાલ પરથી પસાર થઇ ગયા હતા. હાલ મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ટ્રાફીક પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે. જો કે ચોંકાવનારી બાબત છેકે બાઇક ચાલક અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો.


અમરેલી: જાફરાબાદમાં બે કોમો વચ્ચે અશાંતિનો માહોલ, 2 હજારનાં ટોળા સામે ગુનો દાખલ
ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતી કુંજલ ભટ્ટ નામની યુવતી મંગળવારે સાંજ 6 વાગ્યે શપથ-5 માંથી બહાર નિકળી રહી હતી. ત્યારે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલા એક બાઇક ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત બાદ બાઇક ચાલક મહિલાને મદદ કરવાનાં બદલે ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ચાલક એટલો તો ક્રૂર હતો કે તેણે જાણે કાંઇ જ બન્યું ન હોય તેમ કોઇ પ્રકારની દરકાર વગર કે પાછળ જોયા વગર જ પોતાની બાઇક પર નાસી છુટ્યો હતો. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube