અમદાવાદ : શહેરમાં ચોરીના બનાવો બનતા હોય છે. જો કે એક ચોરની હિંમત એવી થઇ કે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસ કર્મચારીનું બાઇક ચોરી લીધું હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીનાં બાઇક ચોરની શોધખોળ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મનહર પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 28 જુલાઇએ તેમની નાઇટ ડ્યુટી હોવાથી બાઇખ લઇ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. બાઇખ બ્રિજની નીચે પાર્ક કર્યું હતું. આ દરમિયાન વહેલી સવારે નોકરી પતિ ગયા બાદ બાઇક લેવા જતા બાઇક તેની જગ્યાએ નહોતું. આસપાસ તપાસ કરવા છતા બાઇક મળ્યું નહોતુ. ટોઇંગ ઝોન નહી હોવા છતા તેમણે ટોઇંગમાં પણ તપાસ કરી જોઇ હતી. જો કે ત્યાં પણ બાઇક મળ્યું નહોતું. 


વડોદરા: મેમણ કોલોનીમાં લોનની ઉઘરાણીએ ગયેલા 2 પર છરીથી હુમલો, એક ગંભીર

આખરે તેમણે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા બાઇક ચોરી થઇ ગઇ હોવાની હકિકત સામે આવી હતી. પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે બહારથી આવેલો એક વ્યક્તિ બાઇક લઇ જતો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર