ભાજપનાં નેતાએ જોરોશોરોથી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, 4 દિવસ પછી બંધ કરી દીધું
સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. નાનું ગામ હોય કે મહાનગર તમામ સ્થળે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અનેક નેતાઓ આગળ આવીને પોતાના દમ પર કોવિડ કેર સેન્ટર શરૂ કરી રહ્યા છે. આ જ પ્રકારે ભાજપનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા માણસામાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટર ગણત્રીના દિવસોમાં બંધ કરવાની ફરજ પડી છે.
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. નાનું ગામ હોય કે મહાનગર તમામ સ્થળે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અનેક નેતાઓ આગળ આવીને પોતાના દમ પર કોવિડ કેર સેન્ટર શરૂ કરી રહ્યા છે. આ જ પ્રકારે ભાજપનાં નેતા અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા માણસામાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટર ગણત્રીના દિવસોમાં બંધ કરવાની ફરજ પડી છે.
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી એ માણસામાં શરૂ કરેલી કોવિડ કેર સેન્ટર બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં તો યોગ્ય સ્ટાફ અને કેટલા સંસાધનોનાં અભાવે આ કોવિડ કેર સેન્ટર બંધ કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. માણસામાં ચાર દિવસ અગાઉ મોટા પાયે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
આ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. જોકે ગઈ કાલે મોડી રાત્રે તેને બંધ કરવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને અન્ય મેડિકલ સ્ટાફ ના અભાવે આ નિર્ણય લેવાયો. સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોના ના અંદાજે ૪૦થી વધુ દર્દીઓને તાત્કાલિક અસરથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube