સુરત:  ઉધના રેલવે ટ્રેક પાસેના ઝૂંપડામાં અતિશય દુર્ગંધ મારતી હોવાથી પોલીસને જાણ કરાઈ. આસપાસના લોકોએ અહીં એક યુવાનની હત્યા કરી તેના મૃતદેહને દાટી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરી. પોલીસે પણ આવીને અહીં ખોદકામ કરતાં સળગેલી હાલતમાં એક મૃતદેહ બહાર કાઢ્યો છે. 22 માર્ચે ગુમ થયેલા ડિંડોલીના યુવકનો આ મૃતદેહ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ કહ્યું આવું કહ્યું?


ટીવી સિરિયલોમાં જોતાં આવ્યા છીએ કે કેવી ક્રૂરતાથી કોઈની હત્યા કરી દેવાય છે. હત્યા કર્યા બાદ મૃતદેહના કટકા કરી તેનો નાશ કરવા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. માત્ર ફિલ્મી સ્ટોરી કે સિરિયલની સ્ટોરીમાં જ આવું જોવા મળે છે. પણ સુરતમાં આ હકીકત બની છે. ટીવી સિરિયલ જેવી જ ઘટના જ્યાં એક યુવાનની હત્યા કરી તેના ટુકડા કરી સળગાવીને દાટી દેવાયો છે. 


અજાણ્યા નંબરથી ફોન કરી લોકોને બ્લેકમેલ કરતી નવી ગેંગ સક્રિય


8થી 10 ફૂટ ઊંડા ખાડામાં સળગેલી હાલતમાં મૃતદેહ
સુરતમાં એક પછી એક ઘટની ગુનાહિત પ્રવૃત્તિ વચ્ચે વધુ એક ગુનો પ્રકાશમાં આવ્યો. સુરતના ઉધના રેલવે ટ્રેક નજીકના એક ઝૂંપડામાં આઠથી દસ ફૂટના જમીનની અંદર કરાયેલા ખાડામાંથી એક મૃતદેહ મળ્યો છે. પોલીસને માહિતી મળતા ઉચ્ચ અધિકારી, એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ અહીં દોડી આવી હતી. અને ઝૂંપડામાં ખોદકામ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ સંપૂર્ણ સળગેલી હાલતમાં હતો. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ યુવાનની હત્યા કર્યા બાદ તેના ટુકડા પણ કરવામાં આવ્યા હતા. અંતે જેટલા ટુકડા થયાં તે તમામ એકઠા કરી મૃતદેહને સળગાવીને બાદમાં તે પુરાવા જમીનમાં ખાડો ખોદી દાટી દેવાયા હતાં. 


જાણો કેટલાક ઉપાયો જેથી તમને થઈ શકે છે હોળી-ધુળેટીના તહેવાર પર ધન લાભ


22 માર્ચે ગુમ થયેલા યુવાનની મૃતદેહ હોવાની આશંકા
22 માર્ચે ડિંડોલીનો એક યુવાન ગાયબ થયો હતો. અને આ મામલે તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. યુવાન ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. આ યુવાન ગાયબ થયો ત્યારના સીસીટીવી પણ પોલીસે મેળવ્યા છે. જેમાં યુવાન ટુવ્હીલરની પાછળ બેસીને જઈ રહ્યો છે. આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસના ઉચ્ચાધિકારી પણ આ ઘટના બાદ તપાસમાં જોડાયા છે.