અજાણ્યા નંબરથી ફોન કરી લોકોને બ્લેકમેલ કરતી નવી ગેંગ સક્રિય
વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વીડિયો કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
Trending Photos
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે તો ચેતજો
વોટ્સઅપ અથવા ફેસબુકથી કરી રહ્યાં છે વીડિયો કોલ
ફોટો અને વીડિયોને કેપ્ચપ કરી કરે છે બ્લેકમેલ
નવી દિલ્હીઃ આજકાલ મોટાભાગના તમામ કામ સોશિયલ મીડિયાની મદદથી થઈ રહ્યાં છે. ઓનલાઈન શિક્ષણ હોય કે ઓનલાઈન બિઝનેસ અને આવા જ સમયનો કેટલાક લેભાગુ લોકોએ દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વીડિયો કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
વીડિયો કોલ કરી ફોટો અને વીડિયો ઉતારી કરે છે બ્લેકમેલ
જો તમારા વોટ્સઅપ અથવા ફેસબુક મેસેન્જરમાં કોઈ અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ કરે તો ચેતી જજો. કારણ કે એક એવી ગેંગ સક્રિય થઈ છે જે તમારા વીડિયો કોલ રિસિવ કરવા પર ન કરવાનું કરી નાંખશે. જો તમે અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કોલ રિસિવ કરો છો તો પહેલાં તો આ ગેંગ તમારો ફોટો અથવા વીડિયો ઉતારી દેશે અને બાદમાં મોર્ફ કરીને તેને ન્યૂડ ફોટો અથવા વીડિયો બદલી નાખે છે અને બાદમાં આ ફોટો કે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તમને બ્લેકમેલ કરી રૂપિયા એંઠે છે. કેટલાક લોકો તો પોતાના આ પ્રકારના ફોટો અથવા વીડિયો જોઈને બદનામીના ડરથી બ્લેકમેલરે માંગેલી કિંમત ચૂકવી દે છે તેમ છતાં કેટલાકના આવા આપત્તિજનક ફોટો અને વીડિયો વાયરલ તો થઈ જ જાય છે.
રાજકોટના તાલુકા ભાજપ પ્રમુખ બન્યા શિકાર
તાજેતરમાં જ રાજકોટના તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત આવી જ ગેંગનો શિકાર બન્યા છે. તેમણે પોતાના મોબાઈલ પર આવેલો વીડિયો કોલ રિસિવ કર્યો અને સામે કોઈ યુવતીએ નગ્ન થઈ સ્ક્રિન રેક્રોડિંગ કરી લીધું. બાદમાં તો બાબુ નસીતને બ્લેકમેલ કરવા લાગી. પરંતુ સમયસૂચકતા વાપરી બાબુ નસીતે સાયબર સેલમાં આ અજાણી યુવતી વિરુદ્ધ ફરિયાદ કરતી અરજી આપી હતી. આમ મોટા નેતાને પણ સોશિયલ મીડિયાના આ કડવા અનુભવનો સામનો તો કરવો જ પડ્યો છે.
ભેજાબાજો કરી રહ્યાં છે ડિજિટલ સ્ક્રિનનો ઉપયોગ
કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે આવા બ્લેકમેલર ડિજિટલ સ્ક્રિનનો ઉપયોગ કરીને સ્કેમ કરી રહ્યાં છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં એક યુવતીના પ્રોફાઈલને મોટા ભાગે યુવકો જ ઓપરેટ કરે છે અને પછી વીડિયો કોલ કરી યુવતીની ઈમેજ બતાવી યુવકોને આ સ્કેમમાં ફસાવે છે. એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે આ ફ્રોડ છેલ્લા 3થી 4 મહિનાથી ચાલી રહ્યું છે પણ લોકો પોતાની પ્રતિષ્ઠાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યાં છે. સામાન્ય રીતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાના લોકો આ સ્કેમમાં ફસાયેલા છે. અને તમામની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે છે જે ફેક પ્રોફાઈલ બનાવી સ્કેમ કરે છે. વીડિયો કોલ કરી સામે એક એડલ્ટ ક્લિપ પણ પ્લે કરી દે છે અને તમે કોલ રિસિવ કરો તો તેનું સ્ક્રિન રેકોર્ડ કરીને બાદમાં તમારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે. કેટલાક લોકો તો એવું કહે છે કે અમે યુટ્યુબની ટીમ તરફથી બોલી રહ્યાં છે. અમને તમારો ન્યૂડ વીડિયો મળ્યો છે અને બાદમાં દંડના સ્વરૂપે પણ રૂપિયાની ઉઘરાણી કરે છે.
અજાણ્યા નંબરને રિસિવ કરવાનું ટાળો
જ્યારે પણ તમને આવો કોઈ અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે તો તરત જ સમયસૂચકતા વાપરી સ્ક્રિન શોટ, પિક્ચર, નંબર અને પૈસા મોકલવાની ડિટેઈલ પણ રાખી લે કારણ કે આ ગેંગ જલદી જ આ ડિટેલ રિમૂવ પણ કરી દે છે અને તેમને પકડવામાં મુશ્કેલી ઉભી થાય છે. સાથે જ તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર જઈને cybercrimegov.in પર જઈને ફરિયાદ નોંધાવી શકાય છે અને ફરિયાદ પણ પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. સાથે જ ફરિયાદ નોંધાઈ છે કે નહી તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે