બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
* પૈસાની લેતી-દેતીમાં હોમગાર્ડ જવાનની થઇ હત્યા
* હોમગાર્ડ જવાને બુટલેગરને વ્યાજે આપ્યા હતા પૈસા
* પાંચ હજાર રૂપિયા બુટલેગર પાસે હોમગાર્ડ જવાન લેવા ગયો હતો
* પૈસા ના આપતા બંન્ને વચ્ચે થઇ હતી ઝપાઝપી
* બાદમાં ઉશકેરાઇને બુટલેગરે છરી વડે કર્યો હુમલો
ઉદય રંજન /અમદાવાદ : હાટકેશ્વર જોગેશ્વરી રોડ પર ગુરૂવારે રાત્રે એલઆરડી જવાન અને હોમગાર્ડ જવાન બુટલગેર સુનિલ મચ્છી પાસે અગાઉના પૈસાની લેતી-દેતી બાબતે મળવા ગયા હતા. જ્યાં બોલાચાલીમાં મામલો બિચકતાં બુટલેગરે છરી વડે હુમલો કરતા હોમગાર્ડ જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. પૈસાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનુ સામે આવ્યુ છે..પોલીસે બુટલેગરની ધરપકડ કરીને હત્યા કરવામાં વાપરેલ છરી કબ્જે લઇને વધુ તપાસ શરૂ કરી છે.
લાખોનાં ઘરેણાની ચોરી મુદ્દે માલિક જ ચોર નિકળ્યો, ચોરી કરવાનું કારણ ચોંકાવનારૂ
હાટકેશ્વરના જોગેશ્વરી રોડ પર ગુરૂવારે રાત્રે દેશી દારૂ વેચનાર બુટલગેર સુનિલ મચ્છીએ હોમગાર્ડ જવાન રવિ પટેલ અને એલઆરડી બળદેવસિંહ પઢીયાર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હોમગાર્ડ જવાન રવિ પટેલનુ મોત નિપજ્યુ હતુ. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બળદેવસિંહને ગંભીર ઇજા પહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો..ઘટના બાદ ઉચ્ચ અધિકારીનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. તેવામાં હત્યા કરનાર સુનિલ મચ્છી પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો. જે બાદ હત્યા કરવા પાછળનુ કારણ બુટલેગર અને મૃતક હોમગાર્ડ જવાન વચ્ચે અગાઉની પૈસાની લેતી દેતી હોવાનુ સામે આવ્યુ છે..જેમાં હોમગાર્ડ જવાન પાંચ હજાર રૂપિયા બુટલેગર સુનિલના ઘરે લેવા ગયો હતો.
બહુપ્રતિક્ષીત ફ્લાવર શોની કાલથી શરૂઆત, CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
મૃતક હોમગાર્ડ જવાન રવિ પટેલએ બુટલગેર સુનિલને વ્યાજે પૈસા આપ્યા હતા. જે પૈસા બુટલગેર સુનિલ આપતો ન હોવાથી પૈસા માટે ઘરે ગયા હતા..જ્યાં હોમગાર્ડ જવાનની સાથે તેનો મિત્ર એલઆરડી બળદેવસિંહ પણ આવ્યો હતો. ત્યા પૈસા બાબતે માથાકુટ થઇ હતી અને બાદમાં અચાનક બુટલેગર સુનિલે છરી વડે બંન્ને પર હુમલો કરી દીધો હતો. ત્યારે બીજી બાજુ એસલઆરડી અને હોમગાર્ડ જવાન હુમલાખોર સુનિલ મચ્છી સાથે દારૂના હપ્તો લેવા ગયા હોવાની વાત ચર્ચાઇ રહી છે. જે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ એવી કોઇ હકીકત સામે આવી નથી. ત્યારે બીજી બાજુ આરોપી સુનિલનું કહેવુ છે કે હોમગાર્ડ જવાન સીઘા પૈસાની માંગણી કરતા હુમલો કર્યો હતો.
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, પરિવારે તંત્ર પર હત્યાનો આરોપ લગાવ્યો
પોલીસ ગિરફતમાં રહેલ બુટલેગર સુનિલ મચ્છિ વિરુદ્ધ 11થી વધુ ગુના નોધાયા છે,જે અમરાઇવાડીનો લિસ્ટેડ બુટલેગર છે. હાલ પોલીસ હોમગાર્ડ જવાનની હત્યા પાછળનુ અન્ય કોઇ કારણ છે કે કેમ તેની તપાસ તેજ કરી છે. પરંતુ બુટલેગરો દ્ધારા પોલીસકર્મી પર હુમલાના બનાવો છાશવારે બની રહ્યા છે તે બાબત ગંભીર છે. નોઘનીય છે કે થોડા સમય પહેલા શહેરકોટડામાં ક્રાઇમ બ્રાચના બે જવાનો પર એક બુટલગરે હુમલો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube