અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, પરિવારે તંત્ર પર હત્યાનો આરોપ લગાવ્યો

અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોહમંદ શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ કાચા કામને કેદી હતો. અને તે હત્યાનાં આરોપમાં જેલમાં હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. મોહમ્મદે પોતાની ખોલીના દરવાજા પર કપડું બાંધીને ફાંસો તૈયાર કરીને આત્મહત્યા કરી હતી. રામોલ પોલીસ દ્વારા વર્ષ 2017માં હત્યાના આરોપ સબબ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટના અંગે માહિતી મળ્યા બાદ રાણીપ પોલીસ તપાસ કરવા માટે જેલમાં પહોંચી છે. સમગ્ર મુદ્દે સેન્ટ્રલ જેલના તંત્રને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે. 
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, પરિવારે તંત્ર પર હત્યાનો આરોપ લગાવ્યો

મૌલિક ધામેચા/ અમિત રાજપુત/ અમદાવાદ : અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મોહમંદ શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ કાચા કામને કેદી હતો. અને તે હત્યાનાં આરોપમાં જેલમાં હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. મોહમ્મદે પોતાની ખોલીના દરવાજા પર કપડું બાંધીને ફાંસો તૈયાર કરીને આત્મહત્યા કરી હતી. રામોલ પોલીસ દ્વારા વર્ષ 2017માં હત્યાના આરોપ સબબ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટના અંગે માહિતી મળ્યા બાદ રાણીપ પોલીસ તપાસ કરવા માટે જેલમાં પહોંચી છે. સમગ્ર મુદ્દે સેન્ટ્રલ જેલના તંત્રને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે. 

ગાંધીનગર: અડાલજમાં ત્રીદિવસીય ભવ્ય બ્રહ્મ બિઝનેસ સમિટ, CM દ્વારા કરાવાયું ઉદ્ધાટન નોકરીઓનો થશે વરસાદ
જો કે બીજી તરફ મૃતકનાં પરિવાર દ્વારા તેનાં પુત્રની હત્યા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે તેમનો પુત્ર આત્મહત્યા કરી શકે નહી. ઉપરાંત તેમની વચ્ચે વાત થતી હતી ત્યારે પણ એવી કોઇ ઘટના કે વાતનો ઉલ્લેખ કર્યો નથી કે જેનાં કારણે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાય. પરિવાર દ્વારા પીએમ કરવાની પણ મનાઇ કરવામાં આવી રહી છે. પરિવારની માંગ છે કે પેનલ ડોક્ટર્સ દ્વારા પીએમ કરવામાં આવે. જજની દેખરેખમાં સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવે. પરિવારે માંગણીઓ સંતોષાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વિકારની પણ મનાઇ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news