નર્સ યુવતીને શાહિદે કહ્યું, મારે ઓપરેશન થિયેટરમાં તારૂ સ્પેશિયલ ઓપરેશન કરવું છે જો તું...
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારની એક હોસ્પિટલમાં ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં શાહિદ મોહમ્મદ નકી નામના એક વ્યક્તિએ મોટો કાંડ કરી નાખ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના વેજલપુર વિસ્તારમાં પ્રેમી પંખીડાઓ અલગ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. નર્સિંગમાં કામ કરતી યુવતીને સહકર્મીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા અને અંતે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલો એટલો અટપટો છે કે જેમ જેમ વાંચતા રહેશો તેમ તેમ ચોંકતા જશો.
એક સમયે મજૂરી માટે જતા હતા દુર-દુર આજે ખેતી કરીને થાય છે કરોડોની કમાણી
પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીનું નામ શાહિદ મોહમદ નકી છે. આ શખ્સ જુહાપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં કામ કરતો હતો. જ્યાં તેની સાથે નર્સિંગનું કામ કરતી તેમની જ કોમની યુવતીને આરોપીએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. અંતે એક મહિના પહેલા પોતાના સમાજની અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જે અંગે યુવતીને જાણ થતાં તેને પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.આ મામલે વેજલપુર પોલીસે યુવકની ધરપકડ કરી છે.
ઢોર મચાયે શોર... પાટણમાં રોડ પર બે આખલા એવા બગડ્યા કે, 10 વાહનોનો કચ્ચરધાણ કાઢી નાંખ્યો
પોલીસે આ મામલે આરોપીને પકડી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. આરોપીની તપાસના સામે આવ્યું કે, તે હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યારે યુવતીના સંપર્કમાં આવ્યો હતો જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે આરોપીના પરિવારજનો અન્ય યુવતી સાથે લગ્ન કરવાની પરવાનગી ન આપતા તેણે પોતાના સમાજની યુવતી સાથે એક મહિના પહેલા જ લગ્ન કરી લીધા હતા. જેથી યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઇહોવાનું લાગતા આખરે દુષ્કર્મ આચર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube