ઝી બ્યુરો/ભાવનગર: સરકાર લોકોની સુવિધા માટે વિકાસના કામની તો શરૂઆત કરે છે. પરંતુ તેને સમયસર પૂર્ણ કરવામાં આવતું નથી અને તેના કારણે આ વિકાસનું કામ લોકો માટે મોટી મુશ્કેલી સર્જી દે છે. એટલું જ નહીં આ કામને પણ મોંઘવારીને માર પડે છે અને અંદાજ કરતાં 10 ગણું મોઘું થઈ જાય છે. ભાવનગરમાં બનતા ઓવરબ્રિજ હજુ તો પૂર્ણ થાય તે પહેલા જ જર્જરિત થઈ ગયા છે. બ્રિજમાં સળિયા દેખાવા લાગતાં તેમની મજબૂતાઈ સામે સવાલો ઉઠ્યા છે ત્યારે ક્યાં કેવા હલકી ગુણવત્તાના બ્રિજ બની શકે છે મોટી આફત?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે એકાએક સુરત થંભી ગયું! શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો કેમ અટવાયા!


બ્રિજ બને તે પહેલાં જ ખખડી ગયો 
કામગીરી બાકી ત્યાં દેખાયા સળિયા 
વિકાસનું આ કામ પડી શકે છે ભારે
પાંચ વર્ષ પછી પણ નથી બન્યો બ્રિજ
સતત મોંઘો થઈ રહેલો બ્રિજ ક્યારે બનશે?


બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશે


ભાવનગરથી અમદાવાદ રોડ પર વલ્લભીપુર પર બનતો આ બ્રિજ જુઓ. આ બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યો છે, પરંતુ હજુ સુધી બન્યો તો નથી જ. પાંચ વર્ષમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરોએ માત્ર વાતોના વડા જ કર્યા.જેના કારણે બ્રિજનો ખર્ચ ધાર્યા કરતાં અનેક ગણો થઈ ગયો. એટલું જ નહીં જે લોકોની સુવિધા માટે બની રહ્યો છે તે જ બ્રિજ હાલ અને ભવિષ્યમાં લોકોની દુવિધા બની જાય તો નવાઈ નહીં કારણ કે બ્રિજ હજુ તો સંપૂર્ણ બન્યો પણ નથી ત્યાં તેના સળિયા કાટ ખાવા લાગ્યા છે, જેટલો ભાગ બન્યો તેમાં તિરાડો પડવા લાગી છે જેના કારણે તેની મજબૂત સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.


મારે ચોટલી છે...!! હેલ્મેટ ન પહેરવાનાં અમદાવાદીઓના બહાના જાણી દુ:ખશે પેટ!


બ્રિજ ન હોવાને કારણે આ રોડ પર વાહનોની લાઈનો લાગતી હતી. કલાકો સુધી વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડતું હતું. જેના નિવારણ માટે સરકારે બ્રિજ બનાવવાની મંજૂરી તો આપી પરંતુ કોઈને કોઈ કારણોસર હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થઈ શક્યું નથી. બ્રિજ બનાવવાનું કામ વર્ષ 2018-19માં મંજૂર થયું, ટેન્ડર પ્રક્રિયા પછી 2019-20માં કામગીરી શરૂ કરવામાં આવી, જો કે કોરોનાકાળને કારણે કામ બંધ થયું. ત્યારપછીના વર્ષોમાં કામ બંધ-ચાલુ થતું રહ્યું. હાલ પાંચ વર્ષનો સમય થવા આવ્યો છતાં પણ કામ પૂર્ણ થયું નથી જેના કારણે લોકો પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 


ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! એક બોરી યુરિયા એક બોટલમાં, આ વર્ષે ખરીદશો તો મળશે સહાય


  • ગોકળગતિથી ચાલતું કામ 

  • બ્રિજ બનાવવાનું કામ વર્ષ 2018-19માં મંજૂર થયું

  • ટેન્ડર પ્રક્રિયા પછી 2019-20માં કામગીરી શરૂ કરાઈ

  • કોરોનાકાળને કારણે કામ બંધ થયું

  • ત્યારપછીના વર્ષોમાં કામ બંધ-ચાલુ થતું રહ્યું

  • 5 વર્ષનો સમય થવા આવ્યો છતાં પણ કામ પૂર્ણ થયું નથી 

  • લોકો પારાવર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે


કોણે ખાવી જોઈએ વાસી રોટલી, ફાયદા જાણ્યા બાદ તમે તાજી રોટલી ખાતાં પહેલા વિચાર કરશો


સરકાર મોટા ઉપાડે વિકાસના કામો મંજૂર તો કરી દે છે. સરકાર કામ મંજૂર કરે ત્યારે જનતા રાજીને રેડ થઈ જાય છે. પરંતુ પાછળથી કામ જ્યારે સમયસર પૂર્ણ ન થાય એટલે જે જનતા રાજી થઈ હોય તે જ રોષે ભરાય છે. કારણ કે વિકાસનું ગોકળગતિથી ચાલતું કામ લોકો માટે મુશ્કેલી સર્જતું હોય છે. ભાવનગરમાં બની રહેલો આ બ્રિજ તેના અંદાજ કરતાં અનેક ઘણો મોંઘો થઈ ગયો છે. જો કે તંત્ર આ મામલે હજુ પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે.


નાગ પંચમીના દિવસે ભુલથી પણ ન બનાવવી રોટલી, રાહુ-કેતુ અને કાલસર્પ દોષ છોડશે નહીં પીછો


માત્ર કામની મંજૂરી આપી દેવાથી કંઈ નહીં થાય. સરકાર અને સરકારી તંત્રએ જે કામ શરૂ કર્યું હોય તેને નક્કી સમય મર્યાદામાં પુરુ કરવું જ પડશે. જો કોન્ટ્રાક્ટર્સ કામ પૂર્ણ ન કરે તો તેની સામે દંડ અને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ.