Nag Panchami 2024: નાગ પંચમીના દિવસે ભુલથી પણ ન બનાવવી રોટલી, રાહુ-કેતુ અને કાલસર્પ દોષ છોડશે નહીં પીછો
Nag Panchami 2024: નાગ પંચમીના દિવસે લોઢાના તવા કે લોઢાની કઢાઈનો ઉપયોગ કરવાની પણ મનાઈ હોય છે. આમ કરવું અશુભ ગણાય છે અને સાથે જ દોષ પણ લાગે છે. જો આ ભૂલ થતી હોય તો તેના કારણે આર્થિક તંગી, બીમારી અને સંબંધોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
Trending Photos
Nag Panchami 2024: શ્રાવણ મહિનાની પાંચમની તિથિના દિવસે નાગ પંચમીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે 9 ઓગસ્ટ 2024 અને શુક્રવારે નાગ પંચમી ઉજવાશે. નાગ પંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાનથી માટીના નાગ બનાવવામાં આવે છે અથવા તો તેની તસવીર કાગળ પર બનાવીને તેમની પૂજા કરવામાં આવે છે. મોટાભાગે શિવ મંદિરમાં જઈને મહિલાઓ નાગની પૂજા કરતી હોય છે. આમ કરવાથી નાગદેવતા પ્રસન્ન થાય છે.
નાગદેવતાની પૂજા નાગ પંચમીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કારણ કે શિવજી નાગને ગળામાં ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર આરામ કરે છે. સાથે જ નાગને ધનના રક્ષક પણ ગણવામાં આવે છે. તેથી નાગદેવતાની પૂજા કરીને બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.
નાગપંચમીના દિવસે ન બનાવો રોટલી
નાગ પંચમીના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ હોય છે જેમાં સૌથી મહત્વનું છે કે આ દિવસે ઘરમાં રોટલી બનાવવી નહીં. નાગ પંચમીના દિવસે લોઢાના તવા કે લોઢાની કઢાઈનો ઉપયોગ કરવાની પણ મનાઈ હોય છે. આમ કરવું અશુભ ગણાય છે અને સાથે જ દોષ પણ લાગે છે. જો આ ભૂલ થતી હોય તો તેના કારણે આર્થિક તંગી, બીમારી અને સંબંધોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાથી બચવું હોય તો નાગ પંચમીના દિવસે ઘરમાં રોટલી ન બનાવો. કારણ કે લોઢાના તવાને નાગની ફેણ માનવામાં આવે છે. નાગ પંચમીના દિવસે તવો ગરમ કરવાથી નાગદેવતાને કષ્ટ થાય છે. તેથી નાગ પંચમીના દિવસે ચૂલા પર તવો રાખવાની પણ મનાઈ હોય છે. જે ઘરમાં નાગ પંચમીના દિવસે રોટલી બને છે ત્યાં રાહુ, કેતુનો દોષ અને કાલસર્પદોષ લાગે છે.
નાગ પંચમીના દિવસે રોટલી કરવાની મનાઈ હોય છે તેવી જ રીતે જમીનમાં ખોદકામ કરવાની અને સિલાઈ કામ કરવાની પણ મનાઈ હોય છે. નાગ પંચમીના દિવસે ઘરમાં ધારદાર વસ્તુનો ઉપયોગ કરવાની પણ મનાઈ હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે