અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા માનવ ભક્ષી દીપડાનો કહેર અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યો છે. વન વિભાગને બગસરાના કાગદડી ગામેથી વધુ એક ખૂંખાર દીપડી ઝડપી લીધી છે. આ દીપડી માનવ ભક્ષી છે કે નહિ તેની નિષ્ણાતો અને વેટરનરી ડોક્ટરો સાસણ ગીરની લાઈન હોસ્પિટલમાં પરીક્ષણ કરી રહ્યા છે. બગસરા અને વિસાવદર પંથકમાં હજુ પણ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી


છેલ્લા એક માસથી દીપડાઓનો આતંક શરૂ થયો છે, આમ તો સમગ્ર જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડાની સંખ્યા વધુ હોવાથી માનવ ઉપરના હુમલાઓની સંખ્યા ખુબ જ વધારે છે. પરંતુ છેલ્લા એકાદ માસથી બગસરા અને વિસાવદર પંથકમાં દીપડાઓ માનવભક્ષી બની ગયા છે. ખેતર વાડીમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજૂરોને નિશાન બનાવી મોતને ઘાટ ઉતારી રહ્યાં છે, ત્યારે એક મહિનામાં 16 જેટલા લોકોને દીપડાઓએ મારી નાખ્યા છે અને સાઈઠથી વધુ હુમલાના બનાવો બન્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા આવા માનવભક્ષી દીપડાઓને ઝડપી લેવા અથવા ઠાર મારવાના હુકમો ચીફ વાઇલાઇફ વોર્ડને આપ્યા પછી પોલીસનો સહારો લઈને દીપડાને ઠાર મારવા શાર્પ શુટરોને કામે લગાડ્યા છે. ડ્રોનની મદદ લઈને ખૂંખાર દીપડાઓને શોધવા માટે વન વિભાગે 10 ટિમો લગાડી.


નર્મદા મુખ્ય કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને પછી રમાઇ જીવ સટ્ટોસટ્ટની બાજી


અમદાવાદનું પાંજરાપોળ સર્કલ બન્યું એક્સિડન્ટ ઝોન, 20 દિવસમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો


બગસરા અને વિસાવદર પંથકમાં ઓપરેશન લેપર્ડ ચાલી રહ્યું છે, ત્યારે જે પ્રભાવિત વિસ્તારમાંથી એક દીપડીને ઝડપી લેવામાં વન વિભાગને સફળતા મળી છે. બગસરાના કાગદડી ગામની સિમમાંથી એક ખૂંખાર દીપડી ઝડપાયા પછી તેને સાસણ ગીરની લાઈન હોસ્પિટલમાં લઇ જવાઈ છે. જ્યાં તેનું વિવિધ થીયરીથી પરીક્ષણ કરવામાં આવશે. જેમાં સ્કેટ એનાલિસિસ, બિહેવિયર અને પગ માર્ક નું મેચિંગ કરવામાં આવશે. જો  ઝડપાયેલ દીપડી આદમખોર હશે તો તેને કાયમી ધોરણે જેલ હવાલે કરવા આવશે. વન અધકારીએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ખૂંખાર દીપડાઓ આ વિસ્તારમાંથી ઝડપાય ના જાય ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે.


રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ થતા અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ બનશે


 


તે ઉપરાંત વન વિભાગના મુખ્ય અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી દીપડાઓ ઝડપાય ના જાય ત્યાં સુધી લોકોએ ખુલ્લામાં ના સૂવું જોઈએ. રાત્રીના સમયે વળી કે ખેતરે જવાનું ટાળવું જોઈએ. જે લોકો માંસાહારી છે તેમને વધેલા માસનો એઠવાડ ઘરની આજુબાજુમાંના ફેંકે જેથી માસની ગંધથી દીપડા આકર્ષાયને ઘર સુધી પહોંચે છે અને હુમલાની ઘટનાઓ બની રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube