હિમાંશું ભટ્ટ/મોરબી: ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યો છે ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા સનાતન ધર્મ અને ભગવાનો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના સંતો, મહંતો અને ખોડીયાર ભક્તો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દ્વારા માફી માંગવામાં આવે અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે તેવી માંગ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાથી કઇ તારીખ સુધી મેઘો થશે મહેરબાન


છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કોઈને કોઈ વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હતો. ત્યાર પહેલા પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં સ્વામીને સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી રહી છે. તેને શખ્ત શબ્દોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના ખોડીયાર ભક્તો દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે.


અંબાજી: યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા, 20 કિ.મી એરિયામાં દુર્ઘટના બને તો


ખોડીયાર ધામના મહંત તેમજ મોરબી નજીકના રામધન આશ્રમના મહંત સહિતના સંતો-મહંતો તેમજ ખોડીયાર ભક્તો દ્વારા મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને સ્વામીને સંપ્રદાયના જે સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે સંત દ્વારા માફી માંગતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તેવી માંગણી કરી છે. 


ગુજરાતી પરણેલા પુરુષો વારંવાર કેમ જાય છે થાઈલેન્ડ, પત્ની જાણશે તો ક્યારેય નહીં મોકલે


'સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય'
વાયરલ વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી જણાવી રહ્યાં છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. 


કોરોનામાં મળેલી સહાયની વહેંચણીમાં ભાઈએ કરી ભાઈની હત્યા, કાળજું કંપી જાય તેવો કિસ્સો


લેઉઆ પટેલ સમાજ આકરા પાણીએ
બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતાજી અંગે કરેલી અપમાનજનક ટિપ્પણીનો મામલે લેઉઆ પટેલ સમાજ આકરા પાણીએ દેખાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખોડીયાર માતાજી લેઉઆ પટેલ સમાજ સહિત અનેક સમાજના કુળદેવી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીના નિવેદન અંગે ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયાનું નિવેદન આપતા જણાવ્યું કે ખોડીયાર માતાજી લેઉઆ પટેલ સમાજના કુળદેવી છે સાથે સાથે અઢારેય વરણ તેમને પૂજે છે, બ્રહ્મસ્વરૂપ સ્વામી જેવા વડીલ સંતના આવા નિવેદનથી અનેક સમાજની લાગણી દુભાણી છે, ખોડલધામ સર્વધર્મ સમભાવમાં માને છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. વિવાદનો અંત આવે તે રીતે આગામી સમયમાં નિવેદન આપવું જોઈએ. હવે આ પ્રકારના નિવેદનથી તેઓએ બચવું જોઈએ.


સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે