ડુંગળી અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતો હાલ ન વેચતા ડુંગળીનો ભાવ પહોંચશે આસમાને !
ડુંગળીના ભાવ ઘટવાની સાથે જ કેન્દ્ર સરકારે તેની નિકાસ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. હવે દેશમાંથી તમામ પ્રકારની ડુંગળીની નિકાસ થઇ શકશે. નિકાસકારો હવે 1લી જાન્યુઆરી, 2021થી ડુંગળીની નિકાસ કરી શકશે. જેને લઈને બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. હવે ડુંગળીનો સારો એવો ભાવ ખેડૂતોને મળશે.
અલ્કેશ રાવ/પાલનપુર : ડુંગળીના ભાવ ઘટવાની સાથે જ કેન્દ્ર સરકારે તેની નિકાસ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. હવે દેશમાંથી તમામ પ્રકારની ડુંગળીની નિકાસ થઇ શકશે. નિકાસકારો હવે 1લી જાન્યુઆરી, 2021થી ડુંગળીની નિકાસ કરી શકશે. જેને લઈને બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. હવે ડુંગળીનો સારો એવો ભાવ ખેડૂતોને મળશે.
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે હવે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ 1લી જાન્યુઆરી 2021થી મુક્ત પણે કરી શકાશે. ડુંગળીનો છુટક ભાવ 35-40 રૂપિયા પ્રતિ કિગ્રાના વચ્ચે બોલાઇ રહ્યા છે. ભારતમાં મહારાષ્ટ્ર, પ્રદેશ અને કર્ણાટક ત્રણ સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્યો છે. ભારત ડુંગળીના સૌથી મોટા નિકાસકાર પૈકીનો એક દેશ છે. ભારતમાંથી નેપાળ અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવે છે. આની પહેલા 18 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે ડુંગળીની આયાતને સરળ બનાવવા નિયમોમાં આપેલ છુટછાટને 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધી હતી. સ્થાનિક બજારમાં પુરવઠામાં વધારો અને તેના રિટેલ ભાવ હાલ નિયંત્રણમાં રહેતા સરકારે નિકાસ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. જેને લઈને બનાસકાંઠામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ
સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે જે ખેડૂતો માટે ખુબજ ફાયદાકારક છે. હવે અમે અમારી ડુંગળી સારા ભાવે વેચી શકીશું. સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લેતાં ખેડૂતો સાથે વેપારીઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવતા વેપારીઓનું કહેવું છે કે તેમને પણ મોટો ફાયદો થશે અને તેમને જે કમિશન આપવું પડતું હતું તે ઘટી જશે. સરકારનો આ નિર્ણય ખુબજ સરસ છે હવે ખેડૂતો સાથે વેપારીઓને પણ મોટો ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube